Latest

Friday, June 5, 2020

કોવિડ-19 વર્લ્ડ અપડેટ: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના દરરોજ 100000થી વધુ કેસ

ભારત સહિત વિશ્વભરમાં પહેલા કરતા કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે વર્લ્ડવાઈડ દરરોજ 100000થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના ડેટાબેઝ મુજબ બે સપ્તાહમાં ઘણા દેશોમાં બે વખત નવા કેસોની સંખ્યા વધી છે અને ઘટાડો પણ થયો છે. 30મી મેના રોજ વિશ્વભરમાં એક દિવસમાં પહેલા કરતા 134,064 કેસ નોંધાયા હતા. લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયા અને પૂર્વ-મધ્યના હોટસ્પોટ વિસ્તારોમાંથી નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી વિશ્વભરમાં કોરોના વાયરસના 64 લાખથી વધુ કેસો નોંધાયા છે. તેમાંથી 3.83 લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે.

લેટિન અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકોમાં બુધવારે દરરોજ કોરોના વાયરસથી થતા રેકોર્ડ મોતની સંખ્યા જાહેર કરવામાં આવી હતી. મેક્સિકોમાં દરરોજ 1000થી વધુ લોકોના મોત, જ્યારે બ્રાઝિલે રેકોર્ડ 1349 નવા મોતની પુષ્ટિ કરી છે. એક લાખથી વધુ કોરોના વાયરસના કેસો ધરાવતા દેશોમાં મેક્સિકો 14માં સ્થાને પહોંચી ગયું છે.

એશિયામાં પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 85,264 કન્ફર્મ કેસો નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કોરોનાના કેસ મામલે પાકિસ્તાન ચીન કરતા આગળ નીકળી ગયું છે. અમેરિકામાં બુધવારે કોરોનાના લગભગ 20 હજાર જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. યુકેમાં ટ્રાન્સપોર્ટ સેક્રેટરી દ્વારા ઈંગ્લેન્ડમાં 15 જૂનથી ફેસ કવરિંગ ફરજિયાત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ફ્રાન્સે લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે માટેની મિલિટ્રી પરેડ રદ કરી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ
તમામ પ્રયાસો છતાં ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઓછી થતી નથી. સરકારના જણાવ્યા અનુસાર, કોવિડ -19થી દેશમાં 6,075 લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 216,919 થઈ ગઈ છે. રાહતથી વાત એ છે કે અત્યાર સુધી દેશભરમાં 104,107 દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2MyiNBj

No comments:

Post a Comment

Pages