Happy Birthday
આજે ટેલિવિઝન એક્ટર શોએબ ઈબ્રાહિમ અને સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ‘ટપ્પુ’ એટલે કે એક્ટર ભવ્ય ગાંધીનો જન્મદિવસ છે. આ બંને કલાકારો ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેવું રહેશે વર્ષ?
આ વર્ષ મંગળ બુધ અને ચંદ્રના પ્રભાવ ક્ષેત્રમાં રહેશે. જૂનના બાકીના દિવસોમાં આયાત-નિકાસના બિઝનેસ સાથે જોડાયેલા લોકોને વારંવાર સમસ્યાઓ સામે ઝઝૂમવું પડી શકે છે. જુલાઈ-ઓગસ્ટ સુધીમાં સારી તકની પ્રાપ્તિ થશે. ગયા વર્ષના બાકી રહેલા કાર્યો આ વર્ષે પૂરા થઈ જશે. સપ્ટેમ્બરમાં આર્થિક કષ્ટ ચિંતા કરાવી શકે છે.
જોખમી કાર્યો પાર પડશે
ઓક્ટોબરમાં કોઈ ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાવાનું થશે. નવેમ્બરના બાકીના દિવસોમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળ થઈ જશે. આ વર્ષના ઉત્તરાર્ધ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધીમાં જીવન સ્તર ઊંચું ઉઠશે. લોકો તમારી પ્રશંસા કરશે.
મહિલાઓની પ્રગતિ થશે
માર્ચ 2021માં કોઈ સમસ્યા હોય તો શનિવારે સવારે સ્ટીલની વાટકીમાં સરસિયાનું તેલ ભરીને તેમાં પોતાનું મુખ જોવું. પછી વાટકી તેલ સહિત દાન કરી દેવી. આ પ્રકારે પાંચ શનિવાર સુધી કરવું. એપ્રિલ સુધીમાં ઘરમાં સુખ-શાંતિ આવશે. મે-જૂન મહિલાઓને કાર્યક્ષેત્રે ઉન્નતિ અને યશ અપાવશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3dh5WhP
No comments:
Post a Comment