Saturday, June 20, 2020

કોરોના: ચાલુ મહિને દેશમાં બે લાખથી વધુ કેસ નોંધાયા, 7500 દર્દીઓના મોત થયા

નવી દિલ્હી: શુક્રવારે દિલ્હી સિવાય દેશભરમાં લગભગ 11500 નવા કેસો નોંધાતા ચાલુ મહિને કુલ કેસોની સંખ્યા 2 લાખનો આંકડો પાર કરી ચૂકી છે. આ સાથે ભારતમાં અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 3.92 લાખે પહોંચી છે. રાજ્ય સરકારના આંકડા મુજબ આ મહિનામાં અડધાથી વધુ કેસ નોંધાયા છે. તેવી જ રીતે કુલ મૃત્યુઆંક 12888માંથી 7484 મોત એકલા જૂન મહિનામાં થયા છે. જૂન મહિનાની સરખામણીએ મે મહિનામાં 1.5 લાખ કેસ નોંધાયા હતા અને 4,267 લોકો મૃત્યુ પામ્યા હતા.

શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 3827 નવા કેસ નોંધાયા છે જે અત્યાર સુધીનો સૌથી વધુ કેસનો રેકોર્ડ છે. આ સાથે રાજ્યના કુલ કેસની સંખ્યા 1,24,331 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં શુક્રવારે થયેલા મૃત્યુઆંકમાં પણ તીવ્ર વધારો નોંધાયો છે. રાજ્યમાં શુક્રવારે 142 લોકોનાં મોત થતા કુલ મૃત્યુની સંખ્યા 5893 પર પહોંચી ગઈ. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં 7579 નવા કેસ નોંધાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં એક દિવસમાં 809 નવા કેસ નોંધાયા છે. જે એક દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ છે. આ સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 16594 પર પહોંચી ગઈ છે. અલગ-અલગ જિલ્લામાં કુલ 19 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 507 પર પહોંચ્યો છે. શુક્રવારે હરિયાણામાં નવા કેસની સંખ્યામાં તીવ્ર વધારો થયો હતો. પાછલા દિવસના 386 કેસની સરખામણીએ શુક્રવારે 525 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત પંજાબમાં નવા 217 કેસ નોંધાયા છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. આંધ્રપ્રદેશમાં શુક્રવારે 465 નવા ચેપ સાથે એક દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ નોંધાયો છે. નવા કેસ સાથે તેલંગાણામાં કુલ કેસોની સંખ્યા 7,961 પર પહોંચી ગયો હતો. જ્યારે વધુ 4 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 96 પર પહોંચ્યો છે.

શુક્રવારે તેલંગાણામાં કોવિડ -19 કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે નવા 499 પોઝિટિવ કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 6,526 તેમજ કુલ મૃત્યુઆંક 198 પર પહોંચી ગયો છે. બેગ્લુરુંમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 138 નવા કેસ નોંધાયા છે તેમજ 7 દર્દીઓ મોતને ભેટ્યા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2YUO1bk

No comments:

Post a Comment

Pages