રાજકોટઃ કથાકાર મોરારી બાપુ પર દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પભુબા માણેક દ્વારા થયેલા હુમલા પ્રયાસના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. હુમલા પ્રયાસના વિરોધમાં ભાવનગરનું મહુવા શહેરે શનિવારે સજ્જડ બંધ પાળશે. આ પહેલા મહુવાની બાજુમાં આવેલા મોરારીબાપુના મૂળ ગામ તલગાજરડાએ શુક્રવારે બંધ પાળ્યો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટે કહ્યું, તમામ વેપારી અને ઔદ્યોગિક સંગઠનોએ મળીને સર્વાનુમતે શનિવારે શહેરમાં બંધ પાળવાનો નિર્ણય લીધો છે. અમારી માગણી છે કે સરકાર પભુબા માણેક સામે કોઈ પગલા લે અને તેઓ પોતાના આ કામ માટે માફી માગે.
દ્વારકાઃ જુઓ કેવી રીતે BJP નેતા પબુભા માણેક મોરારી બાપુને મારવા માટે દોડ્યા્!
અંદાજે 5 લાખની વસ્તી ધરાવતા મહુવા શહેરમાં મોટી સંખ્યામાં ડુંગળી ડિહાઈડ્રેશન પ્લાન્ટ અને કપાસની મીલો આવેલી છે. કાના વિચાર મંચ, જેણે ભગવાન કૃષ્ણ સામે અપમાનજક ટિપ્પણી મામલે પહેલા મોરારી બાપુને માફી માગવા કહ્યું હતું, તેણે પભુબા માણેક વિરુદ્ધ ફરિયાદ કરવાની માગણી કરી છે. પાલ આંબલીયામાં ઓર્ગેનાઈઝેશનના નેતાએ કહ્યું, એકવાર જ્યારે તેમણે દ્વારકા આવીને ભગવાન ક્રૃષ્ણની માફી માગી તો અમારી માગણી પૂરી થઈ અને અમારા મનમાં કોઈ ખરાબ ભાવના નહોતી. પરંતુ અમે તેમનું પોલીસની હાજરીમાં આ રીતે અપમાન સહન ન કરી શકીએ. અમે માગણી કરીએ છીએ કે સરકારે પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે મોરારી બાપુ ગુરુવારે દ્વારકાધીશ મંદિરમાં તેમની ટિપ્પણી પર માફી માગવા ગયા હતા. તેઓ જ્યારે VIP ગેસ્ટ હાઉસમાં મીડિયા સમક્ષ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે પભુબા ત્યાં આવી પહોંચ્યા અને તેમના પર હુમલોના પ્રયાસ કર્યો હતો. મોબાઈલ ફોનમાં રેકોર્ડ થયેલી આ ઘટના આગની જેમ સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2YSwHnt
No comments:
Post a Comment