Thursday, July 23, 2020

કેમ ત્રણ પાનવાળું બીલીપત્ર જ છે શિવજીને પ્રિય, આ છે તેની પાછળની ઘટના

ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર

આમ તો ભોળેનાથ એક લોટા પાણીથી પણ પ્રસન્ન થઈને ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે. પરંતુ જો તમારી પાસે પૂજનની કોઈ જ સામગ્ર ન હોય અને એકમાત્ર બીલી પત્ર હોય તો પણ મહાદેવની પૂજા કરી શકો છો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવ પૂજામાં કંઈ ન હોય અને એકલું બીલીપત્ર હોય તો પણ ચાલશે અને જો બધુ જ હોય અને બીલી પત્ર ન હોય તો નહીં ચાલે. ત્યારે આવો જાણીએ કેમ ત્રણ પાનવાળું બીલીપત્ર આટલું મહત્વપૂર્ણ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ કારણે શિવજીને પ્રિય છે બીલી પત્ર

કથા મળે છે કે સમુદ્ર મંથન સમયે ભગવાન શિવે જ્યારે વિષપાન કર્યું ત્યારે તેમના ગળામાં બળતરા થવા લાગી હતી. બીલીપત્રમાં વિષ નિવારણ ગુણ હોય છે. જેથી તેમને બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યું કે ઝેરની અસર ઓછી થાય. બસ ત્યારથી ભોળાનાથને બીલી પત્ર ચઢાવવાની પરંપરા શરું થઈ. એક કથા અનુસાર બીલીપત્રના ત્રણ પાન ભગવાન શિવાના ત્રિનેત્રના પ્રતિક છે. એટલે કે તે શિવનું જ એક સ્વરુપ છે.

ભોળનાથ ખુદ સ્વીકારે છે બીલીપત્ર

ભોળનાથ મહાદેવ ખુદ પોતે પણ બીલીપત્રની મહત્તા સ્વીકારે છે જેથી જ તેમનું નામ આશુતોષ છે. જેનો અર્થ થાય છે એક બીલીપત્રથી પણ પ્રસન્ન થઈ જનારા. બીલીપત્રમાં એક સાથે ત્રણ પાન જોડાયેલા રહે છે. જેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પણ બીલીના ઝાડના મૂળ પાસે ભગવાન શિવની લિંગ રાખીને પૂજા કરે છે. તેઓ હંમેશા સુખી રહે છે. તેમના પરિવારને ક્યારેય કોઈ કષ્ટ રહેતું નથી.

બીલીના ઝાડનો ઉલ્લેખ સ્કંદ પૂરાણમાં

બીલીના ઝાડની ઉત્પત્તિ અંગે સ્કંદ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. જેના મુજબ એકવાર દેવી પાર્વતિએ પોતાના લલાટ પરથી પરસેવો લૂછીને ફેંક્યો જેના ટીંપા મંદાર પર્વત પર પડ્યા. માન્યતા છે કે આ બુંદોથી જ બીલીનું ઝાડ પહેલીવાર ઉત્પન્ન થયું છે. આ વૃક્ષના મૂળીયામાં ગીરીજા, થડમાં માહેશ્વરી, ડાળીઓમાં દક્ષાયણી, પાનમાં પાર્વતિ, ફુલમાં ગૌરી અને ફલમાં કાત્યાયનીનો વાસ છે. કહેવાય છે કે બીલીના ઝાડના કાંટામાં પણ અનેક શક્તિઓ સમાહિત હોય છે. આ ઝાડમાં દેવી મહાલક્ષ્મીનો વાસ પણ કહેવામાં આવે છે.

બીલી પત્ર ચઢાવતા સમયે આ મંત્રનો કરો જાપ

મહાદેવને બીલીપત્ર ચઢાવતા સમયે પૌરાણિક મંત્ર ‘त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिधायुतम्। त्रिजन्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणम्॥’ નો જાપ કરવો જોઈએ. આ મંત્રનો અર્થ થાય છે. ત્રણ ગુણ, ત્રણ નેત્ર, ત્રિશૂલ ધારણ કરવાવાળા અને ત્રણ જન્મોના પાપનો સંહાર કરવાવાળા શિવજી આપને બીલીપત્ર સમર્પિત કરું છું.

આ તિથિના બીલી પત્ર ન તોડો

વિદ્વાનો અનુસાર બીલી પત્ર તોડતા સમયે ભગવાન શિવનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત ચોથ, આઠમ, નવમ, ચૌદશ અને અમાસના દિવસે બીલી પત્ર તોડવું જોઈએ નહીં. સાથે જ બે તિથિઓ ભેગી થતી હોય,સોમવાર હોય તો બીલી પત્ર તોડવું જોઈએ નહીં. બીલી પત્ર ક્યારેય ડાળીઓ સાથે તોડવું જોઈએ નહીં.



from Page Array – I Am Gujarat https://ift.tt/30Drhh5

No comments:

Post a Comment

Pages