ન્યૂઝીલેન્ડ: રિવર્ટન તટ પર આજે સવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિક સમય અનુસાર 2:43 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 33 કિ.મી. નીચે હતું. સ્થાનિક અહેવાલ અનુસાર દેશના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
રાહતની વાત એ છે કે શક્તિશાળી ધરતીકંપ છતાં હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. ભૌગોલિક દ્રષ્ટિએ પણ ન્યૂઝીલેન્ડ ધરતીકંપ માટે દુનિયાના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે. અહીં ઑસ્ટ્રેલિયા અને પેસિફિક પ્લેટોના કારણે ભૂકંપના આંચકા અવારનવાર આવતા રહે છે. ન્યૂઝીલેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપ સાંખી શકે તેવી ઈમારતોનું નિર્માણ કરાયું છે. જોકે ભૂકંપના કારણે ત્સુનામીની શક્યતાને લઈને ચિંતા વધી છે. સ્થાનિક એજન્સીઓ આ અંગે સમીક્ષા કરી રહી છે.
from chitralekha https://ift.tt/pYqcJF8
via
No comments:
Post a Comment