Latest

Thursday, June 25, 2020

25 જૂન જન્મદિવસ રાશિફળ: મહિલાઓનું જીવનસ્તર ઊંચું આવશે, આવક વધશે

હેપી બર્થ ડે

આજે બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને એક્ટર આફતાબ શિવદાસાનીનો જન્મદિવસ છે. આ બંને સેલેબ્સ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કેવી રહેશેે વર્ષની શરૂઆત?

નવું વર્ષ સુવર્ણ પગલે પ્રવેશ કરી રહ્યું છે. જૂનના બાકીના દિવસોમાં રાજકારણ ક્ષેત્રે લાભ થઈ શકે છે. જુલાઈમાં ગુપ્ત શત્રુઓના ષડ્યંત્રથી બચવું. ઓગસ્ટ પૂર્વાપેક્ષા શુભ રહેશે. કુશળ જાતકોના ભાગ્યનો ઉદય સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર દરમિયાન થશે.

શું કહે છે બાકીના મહિના?

નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા લોકો પોતાના કાર્યનો વિસ્તાર કરશે. જાન્યુઆરી 2021માં કેટલાક બિનજરૂરી પ્રંપચોના કારણે મુશ્કેલી થશે. નોકરી કરતા જાતકોને મનોવાંચ્છિત સ્થળે બદલી ફેબ્રુઆરી મહિનામાં થઈ શકે છે.

સુંદરકાંડના પાઠ કરવા

માર્ચ-એપ્રિલમાં પરિવાર સાથે આનંદનો સમય વિતાવશો અને પ્રવાસના પણ યોગ છે. મે મહિનામાં મહિલાઓનું જીવનસ્તર ઊંચું ઉઠશે. પરિવારના સભ્યોની આવકના સ્ત્રોત વધશે. વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી સફળતા મળશે. કોઈ મુશ્કેલી હોય તો રોજ રાત્રે 8 વાગ્યા પછી 40 દિવસ સુધી શુદ્ધ ઘીનો દીવો કરીને સુંદરકાંડના પાઠ કરો.



from Page Array – I Am Gujarat https://ift.tt/38acKwV

No comments:

Post a Comment

Pages