Latest

Friday, June 26, 2020

26 જૂન જન્મદિવસ રાશિફળ: ગુરુવારે આ ઉપાયથી ઘરમાં આવશે સુખ-શાંતિ

હેપી બર્થ ડે

આજે બોલિવુડ એક્ટર અર્જુન કપૂરનો જન્મદિવસ છે. અર્જુન ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કેવી રહેશે વર્ષની શરૂઆત?

આ વર્ષ તાંબાના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી મંગળ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ભૂતકાળમાં કરેલા કાર્યોનો લાભ મળશે. જૂનના બાકીના દિવસોમાં ખરીદ-વેચાણના વેપાર સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીઓ દૂર થશે અને વારંવાર સારી તક મળશે.

શત્રુ પરેશાન કરી શકે

જુલાઈ અને ઓગસ્ટમાં બાકી રહેલા કાર્યો પૂરા થશે અને સમૃદ્ધિ વધશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ગુપ્ત શત્રુ પરેશાન કરશે. આ વર્ષના ઉત્તરાર્ધ નવેમ્બર-ડિસેમ્બરમાં ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાઈ શકો છો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં તમારી કાર્ય કુશળતા અને એકાગ્રતાના વખાણ થશે તેમજ કામ સરળતાથી પાર પાડી શકશો.

ગુરુવારે કરો આ ઉપાય

માર્ચથી એપ્રિલ દરમિયાન જીવનસ્તર ઊંચું આવશે. મે મહિનાના અંતે ક્યાંક ફરવાનું આયોજન થઈ શકે છે. પોતાના મનોરંજન પાછળ ખર્ચ કરશો. કોઈ મુશ્કેલી હોય તો બુધવારે રાત્રે અઢીસો ગ્રામ ચણાની દાળ પલાળીને ગુરુવારે સવારે તેમાં અઢીસો ગ્રામ ગોળ મેળવીને ગાયને ખવડાવતા રહો. આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ રહેશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2VmkBC2

No comments:

Post a Comment

Pages