Happy Birthday

આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર મલ્હાર ઠાકરનો જન્મદિવસ છે. મલ્હાર અને આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેવું રહેશે વર્ષ?

વર્ષના સ્વામી સૂર્ય અને મંગળ ગ્રહ છે. રાશિના પ્રથમ ઘરમાં સૂર્ય અને રાશિ પર બુધ તેમજ શુક્રનો યોગ બની રહ્યો છે. જૂનના બાકીના દિવસોમાં કેટલાક જોખમ ઉઠાવવા પડી શકે છે. જુલાઈથી ઓગસ્ટના અંતમાં કોઈ રાજકીય વિવાદનો અંત આવશે.
મિત્રોની મદદ મળશે

સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મધ્યમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઊભી થશે અને તેનો ઉકેલ પણ આવી જશે. નવેમ્બરથી ડિસેમ્બરમાં વ્યવસાય-વેપારમાં કષ્ટ થઈ શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં પારિવારિક સમસ્યાઓનો અંત આવશે. માર્ચ-એપ્રિલમાં મિત્રોની મદદથી જીવનમાંથી ઉદાસીનતા દૂર થશે.
પ્રવાસનો યોગ

મે મહિનામાં પ્રવાસનો આનંદ લઈ શકો છો. જૂનના આરંભમાં કંઈક નવી યોજના બની શકે છે. મહિલાઓ માટે જીવનસ્તર સુધરશે. ઘર-પરિવારના સભ્યોની આવક વધશે. ગ્રહોની શાંતિ માટે શ્રી મૃત સંજીવનીના સવા લાખ જાપ કરાવો. પીપળાના ઝાડ નીચે શનિવારે ચાંદીના ચાર ચોરસ પતરા મૂકાવા.
from Page Array – I Am Gujarat https://ift.tt/2VoX6Zi
No comments:
Post a Comment