Latest

Sunday, June 28, 2020

સાપ્તાહિક આર્થિક રાશિફળ 29 જૂનથી 5 જુલાઈ: આ રાશિઓને રોકાણથી થશે ફાયદો

સાપ્તાહિક આર્થિક રાશિફળ

જૂન મહિનો પૂરો થવાની સાથે જ 2020નું અડધું વર્ષ પૂરું થઈ જશે. જુલાઈથી આ વર્ષના બાકીના 6 મહિનાની શરૂઆત થશે. 2020માં છેલ્લા ત્રણ મહિનાથી કોરોના વાયરસ મહામારીના કારણે દેશ-દુનિયાના અર્થતંત્રને નુકસાન થયું છે. સાથે જ લોકોના ખિસ્સા પણ ખાલી થયા છે. હવે નવો મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે તેના પહેલા અઠવાડિયે આર્થિક સ્થિતિ કેવી રહેશે? વાંચો સાપ્તાહિક આર્થિક રાશિફળમાં…

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મેષ

આર્થિક મામલે આ સમય શુભ છે અને રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રે થોડી મુસીબત આવી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરો ત્યારે પ્રારંભે થોડો ઝટકો મળી શકે છે. અઠવાડિયાના અંતે કોઈ સકારાત્મક સમાચાર પ્રાપ્ત થશે.

વૃષભ

આ અઠવાડિયે ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. કોર્ટ-કચેરીના મામલે તમારી તરફેણમાં પરિણામ આવી શકે છે. કાર્યક્ષેત્રે બેદરકારી નહીં દાખવો તો લાભ થશે, આ અઠવાડિયું યાત્રા માટે યોગ્ય નથી માટે ટાળી દેવી જોઈએ.

મિથુન

આ અઠવાડિયે યાત્રાના શુભ સંયોગ બની રહ્યા છે અને સફળતા પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે જે પણ મહેનત તમે હાલ કરી રહ્યા છો તે ભવિષ્યમાં શુભ ફળ આપશે. આર્થિક મામલે થોડી ખેંચ રહેશે પરંતુ હાલ કરેલા પ્રયાસ પાછળથી લાભ કરાવશે.

કર્ક

કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરશો અને પાર્ટીના મૂડમાં રહેશો. યાત્રા દ્વારા વિશેષ સફળતાનો યોગ છે. આ સમયે ખર્ચો વધારે રહેશે. દાન-પુણ્ય કરવાથી લાભ થશે. મિત્રોની મદદથી વેપાર-ધંધામાં પ્રગતિ થઈ શકે છે.

સિંહ

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને રચનાત્મક કાર્યો દ્વારા વિશિષ્ટ લાભ થશે. કોઈ પિતૃતુલ્ય વ્યક્તિ પ્રોજેક્ટમાં તમારી મદદ કરી શકે છે. ભવિષ્યમાં હકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશો તો સ્થિતિ સારી થશે. રોકાણ દ્વારા ફાયદો થઈ શકે છે. અઠવાડિયાના અંતે કોઈ યુવાન વ્યક્તિને લઈને ચિંતા રહી શકે છે.

કન્યા

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે. નવા પ્રોજેક્ટને લઈને મનમાં શંકા રહેશે. ધન વૃદ્ધિના યોગ સાધારણ છે. આકસ્મિક ધન લાભ થવાના પણ ચાન્સ છે. આ અઠવાડિયું યાત્રા માટે યોગ્ય ના હોવાથી ટાળી દેવી.

તુલા

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે તેમજ કાર્યશૈલીમાં થોડું પરિવર્તન આવી શકે છે. આર્થિક વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. આ મામલે કોઈ મહિલા તમારી મદદ કરી શકે છે. યાત્રા દ્વારા સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક

આ અઠવાડિયે તમારો પરિવાર પડખે ઊભો રહેશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિ સુદૃઢ થશે. આ મામલે કોઈ તમારી મદદ માટે આગળ આવી શકે છે. કાર્યક્ષેત્રે સાધારણ સુધારા થશે.

ધન

આર્થિક મામલે આ સમય સારો છે અને રોકાણ દ્વારા શુભ સ્થિતિ બની રહી છે. વેપારમાં બાહ્ય હસ્તક્ષેપ મુશ્કેલી ઊભી કરી શકે છે. કાર્યક્ષેત્રે ઉન્નતિ તો થશે છતાં તમને એવું લાગ્યા કરશે તમારી સાથે ન્યાય નથી થઈ રહ્યો.

મકર

કાર્યક્ષેત્રે આ સમય રાહત આપનારો રહેશે. તમારી કાર્યશૈલીમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. કોઈ પિતૃતુલ્ય વ્યક્તિ આ મામલે મદદ કરી શકે છે. શોપિંગ પાછળ ખર્ચ થઈ શકે છે. અઠવાડિયાના અંતે પરિવાર સાથે સુખદ સમય વિતાવશો.

કુંભ

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને સફળતા પ્રાપ્ત કરશો. આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ધન વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે. આ મામલે કોઈ એવા વ્યક્તિની મદદ મળી શકે છે જેને વેપારની સારી જાણકારી હોય. અઠવાડિયાના અંતે કોઈ મહિલાને લઈને મન ઉદાસ થઈ શકે છે.

મીન

કાર્યક્ષેત્રે અસુરક્ષાની ભાવના રહેશે. ખર્ચો વધારે થઈ શકે છે. ભાગીદારો સાથે નવા પ્રોજેક્ટ પર વાત કરી શકો છો. અઠવાડિયાના અંતે થોડું ધ્યાન કેંદ્રિત કરીને કામ કરશો તો ભવિષ્યમાં સફળતા મળશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3dBTpWt

No comments:

Post a Comment

Pages