Latest

Monday, June 29, 2020

29 જૂન જન્મદિવસ રાશિફળ: ઘરમાં સુખ-શાંતિ સમૃદ્ધિ માટે કરો આ ઉપાય

જન્મદિવસની શુભકામના

આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કેવી રહેશે વર્ષની શરૂઆત?

આ વર્ષ તાંબાના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ગુરુ મકર રાશિ પર પરિભ્રમણ કરવાના સુયોગથી લાભ કરાવશે. જૂનના બાકીના દિવસોથી લઈને જુલાઈ સુધીમાં આયાત-નિકાસના વેપાર સાથે સંકળાયેલા લોકોની પરેશાનીઓ દૂર થશે. વારંવાર સારી તકની પ્રાપ્તિ થશે.

સમૃદ્ધિ વધશે

ઓગસ્ટમાં બાકી રહેલા કાર્યો પૂરા કરવાની તક મળશે. સપ્ટેમ્બરમાં સમૃદ્ધિ વધશે. ઓક્ટોબરમાં ગુપ્ત શત્રુ પરેશાન કરી શકે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં કોઈ ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાશો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો પૂરા થશે.

ગુરુવારે કરો આ ઉપાય

માર્ચ અને એપ્રિલમાં જીવનસ્તર ઊંચું આવશે. મે મહિનામાં કોઈ મુશ્કેલી હોય તો ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો, આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Vt0ZMF

No comments:

Post a Comment

Pages