પૃથ્વીની નજીકથી પસાર થશે લઘુગ્રહો

વોશિંગ્ટનઃ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું છે કે આ સપ્તાહમાં 5 લઘુગ્રહો 64000 કિમીની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે. જોકે હાલ તેમાંથી કોઈપણ પૃથ્વીની તેટલી નજીક નહીં આવે જેનાથી આપણે ચિંતા કરવી પડે. આ લઘુગ્રહને 2020MK, 2020MF1, 2020KQ7, 2020ME1 અને 2020JX1 નામથી ઓળખવામાં આવે છે. નાસા આ લઘુગ્રહોની તમામ મૂવમેન્ટ પર નજર રાખી રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
64000 કિમી પ્રતિ કલાકની ઝડપ
વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પાંચ લઘુગ્રહો પૈકી 2020MK નામનો લઘુગ્રહ સૌથી મોટો છે. જે 27 જૂને 64000 કિમીની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે. તેના બાદ 17 મીટર વ્યાસ ધરાવતો 2020MF1 પણ લગભગ આટલી જ ઝડપે પસાર થશે.
પૃથ્વીથી ઘણા દૂરથી નકળી જશે લઘુગ્રહો
શનિવારે 31 મીટર વ્યાસ ધરાવતો Asteroid 2020KQ7 પૃથ્વીની નજીકથી નીકળશે. ત્યારબાદ રવિવારે 2020ME1 અને 2020JX1 પણ પૃથ્વીની નજીકથી નીકળી શકે છે. અનુમાન મુજબ આ લઘુગ્રહો પૃથ્વીથી 471,000 માઈલના અંતરથી પસાર થશે.
આગામી 100 વર્ષ સુધી નાસાની નજર
નાસાએ વિકસાવેલી સેન્ટ્રી સિસ્ટમ અવકાશમાંથી પૃથ્વી તરફ આવતા આવા ખતરા તરફ પહેલાથી જ નજર રાખે છે. જેમાં આગામી 100 વર્ષ સુધી 22 લઘુગ્રહ જે પૃથ્વી સાથે ભટકાઈ શકે છે તેના પર નજર રાખવમાં આવી રહી છે. આ લિસ્ટમાં સૌથી મોટો ઉપગ્રહ 29075 (1950 DA) જે વર્ષ 2880 સુધી નથી આવનાર. જેનો આકાર અમેરિકાની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતા પણ 3 ગણો મોટો છે. માનવામાં આવે છે કે એક સમયે તે જરુર પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.
નજીકના સમયમાં આ ઉપગ્રહ ટકરાઈ શકે

વર્ષ 2020-2025 દરમિયાન 2018 VP1 નામનો લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. જોકે તે ફક્ત 7 ફૂટ પહોળો છે. જ્યારે 177 ફૂટ પહોળો લઘુગ્રહ 2005 ED224 વર્ષ 2023થી 2064 વચ્ચે પૃથ્વી પર ટકરાઈ શકે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3g3Rw6i
No comments:
Post a Comment