કરણ જોહરના શો પર ઈમરાન હાશ્મી

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ફેન્સના દિલોમાં ખૂબ જગ્યા બનાવી લીધી છે. તેણે 34 વર્ષની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દીધું. તેના નિધનથી માત્ર તેના ફેન્સ જ નહીં ઘણા બોલિવૂડ કલાકારોને પણ ઝટકો લાગ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના ફેન્સની સાથે-સાથે બોલિવૂડ કલાકારો પણ તેને સતત યાદ કરી રહ્યા છે. હાલમાં જ ઈમરાન હાશ્મીનો એક વિડીયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે કોફિ વિથ કરણ શો દરમિયાન કરણ જોહર ઈમરાન હાશ્મીને સવાલ પૂછે છે કે સૌથી વધારે ઉજ્જવળ ભવિષ્ય કોનું છે? તેના પર એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું નામ આપે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સુશાંતને લઈને પૂછાયેલા સવાલ પર શું કહ્યું?
વિડીયોમાં જોઈ શકાય છે કે ‘કોફી વિથ કરણ’ દરમિયાન મહેશ ભટ્ટ અને ઈમરાન હાશ્મી, કરણ જોહરના સવાલોનો સામનો કરતા દેખાય છે. જ્યારે એક્ટરને પૂછવામાં આવે છે કે બોલિવૂડમાં સૌથી ઉજ્જવળ ભવિષ્ય કોનું છે? આ સવાલના જવાબ પર ઈમરાન પહેલા સુશાંત સિંહ રાજપૂતનું નામ લે છે. આ બાદ વરુણ ધવન અને સિદ્ધાર્થનું નામ લે છે. ઈમરાન હાશ્મીનો સુશાંત સિંહ રાજપૂતને લઈને વિડીયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
ટીવીથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી

સુશાંતની વાત કરીએ તો તેણે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ સુશાંત સિંહ રાજપૂતે ‘પવિત્ર રિશ્તા’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી. સુશાંતે ‘નચ કે દિખા’ અને ‘ઝલક દીખલાજા’ જેવા રિયાલિટી શોથી પણ ખૂબ નામ કમાવ્યું હતું. જ્યારે ‘કાઈ પો છે’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eEMKfc
– @therealemraan – #rip #sushantsinghrajput #chhichhore #emraanhashmi #bollywood
No comments:
Post a Comment