30 જૂને લગ્ન કરશે એક્ટર અંકિત શાહ
‘દિલ તો હૈપી હૈ જી’માં જોવા મળેલો એક્ટર અંકિત શાહ ફિઆન્સે આશિમા નાયર સાથે 11 જૂને મુંબઈમાં સાત ફેરા લેવાનો હતો. પરંતુ કોવિડ-19 મહામારીના કારણે લગ્નની તારીખ પાછળ ઠેલાઈ છે. હવે અંકિત અને આશિમા 30 જૂનના રોજ સાદાઈથી લગ્ન કરશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
બે વિધિથી કરશે લગ્ન
અંકિતે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, “બંને પરિવારો ધામધૂમથી લગ્ન કરવા માગતા હતા. જેથી અમે લગ્ન હાલ મુલવતી રાખવાનું નક્કી કર્યું પરંતુ પછીનું મુહૂર્ત નવેમ્બર કે ડિસેમ્બરમાં નીકળતું હતું. હાલ કોરોના વાયરસની અનિશ્ચિતતાને જોતાં અમે 30 જૂને જ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. અગાઉ અમે 500 મહેમાનોને આમંત્રિત કરવાના હતા પરંતુ હવે ગાઈડલાઈનનું પાલન કરતાં માત્ર 50 લોકો જ લગ્નમાં હાજર રહેશે. મારા ઘરે અમે બે વિધિ કરીશું. જેના માટે હું મારી હાઉસિંગ સોસાયટીના સભ્યો સાથે વાતચીત કરી રહ્યો છું. બાદમાં અમે આર્યસમાજમાં સાત ફેરા લઈશું. લગ્નના એક દિવસ પહેલા બધા જ આમંત્રિતોનું મેડિકલ ચેક-અપ થાય તે સુનિશ્ચિત કરીશું.”
10 વર્ષથી નીચેના અને 55 વર્ષથી ઉપરના લોકો નહીં થાય સામેલ

લગ્ન દરમિયાન કોરોનાને લઈને સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે તે તમામનું પાલન થાય તે એક્ટર સુનિશ્ચિત કરી રહ્યો છે. અંકિતે કહ્યું, “10 વર્ષથી નીચેના અને 55 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને આમંત્રણ આપ્યું નથી. માસ્ક પહેરજો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરજો, તેવી સૂચના સાથે અમે ડિજિટલ આમંત્રણ મોકલી દીધા છે. મહેમાનોને માસ્ક અને ગ્લવ્ઝ આપવા તેમજ થોડી-થોડી વારે હાથ સેનિટાઈઝ કરાવવા માટે લગ્નસ્થળ પર અમુક નક્કી વ્યક્તિઓ રાખ્યા છે. બેન્ક્વેટમાં મહેમાનો પ્રવેશે તે પહેલા તેમનું ટેમ્પરેચર પણ માપવામાં આવશે. જમણવાર માટે અમે રેસ્ટોરાંમાંથી તૈયાર થાળી ઓર્ડર કરી છે.”
સોશિયલ મીડિયા પર કરશે લગ્નનું લાઈવ સ્ટ્રીમિંગ

લગ્નમાં વર-વધૂ શું પહેરશે તે વિશે વાત કરતાં અંકિતે કહ્યું, “હું અને આશિમા અમારા લગ્નના કપડાં સાથે કો-ઓર્ડિનેટ કરેલા રંગનું માસ્ક પહેરીશું. જે લોકો લગ્નમાં હાજરી નહીં આપી શકે તેમના માટે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ થઈશું. તેઓ ઓનલાઈન અમારા લગ્ન જોઈ શકશે.”
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/3dFriFL

No comments:
Post a Comment