Latest

Saturday, June 27, 2020

3 મહિનાના બ્રેક બાદ સેટ પર પરત ફરી ‘યે રિશ્તા…’ની ટીમ, અલગ લૂકમાં જોવા મળ્યો ‘કાર્તિક’

શરૂ થયું ‘યે રિશ્તા…’નું શૂટિંગ

25 જૂનથી મોટાભાગની સીરિયલોના શૂટિંગ શરૂ થઈ ગયા છે. ફેન્સ પણ તેમના ફેવરિટ એક્ટર્સને સેટ પર પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય તેઓ નવા એપિસોડ્સ જોવા માટે પણ એટલા જ ઉત્સુક છે. મોહસિન ખાન અને શિવાંગી જોશીના ફેન્સ પણ પોતાની ફેવરિટ જોડીને સાથે જોઈને ખુશ થઈ ગયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

#WelcomeBackKaira

બંનેના ફેન્સ ટ્વિટર પર #WelcomeBackKaira ટ્રેન્ડ કરી રહ્યા છે. મોહસિન ખાન અને શિવાંગી જોશી સીરિયલમાં કાર્તિક અને નાયરાનો રોલ પ્લે કરી રહ્યા છે. તેથી ફેન્સ તેમને પ્રેમથી #Kaira કહીને બોલાવે છે.

ફેન્સ થઈ ગયા ખુશ-ખુશ

એક ફેને લખ્યું છે કે, ‘ચાર વર્ષ. દર્શકોના દિલ પર 4 વર્ષથી રાજ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમને ખૂબ મિસ કરી રહી હતી. આજે જ્યારે તેઓ સેટ પર પરત ફર્યા છે ત્યારે ખુશી થઈ રહી છે. ચીયર્સ યુ અવર એવરગ્રીન એન્ડ આઈકોનિક જોડી. લેટ્સ સેલિબ્રેટ ધિસ જોડી #WelcomeBackKaira’.

કાર્તિક-નાયરાને ગણાવ્યા બેસ્ટ

શિવાંગી અને મોહસિનના અન્ય એક ફેને લખ્યું છે કે, ‘અમને કાયરા આપવા માટે શિવાંગી જોશી અને મોહસિન ખાનનો આભાર. કોઈ પણ વ્યક્તિ આ રોલને તમારા કરતાં સારી રીતે નિભાવી શકે નહીં. તમે બંને બેસ્ટ છો #WelcomeBackKaira’.

વાયરલ થઈ રહી છે આ તસવીરો

3 મહિના બાદ શૂટિંગ શરૂ થતાં પ્રોડ્યૂસર રાજન શાહી અને મોહસિન ખાન એકબીજા સાથે વાતો કરતાં જોવા મળ્યા હતા. સેટ પરથી જે તસવીરો સામે આવી છે તેમાં મોહસિન ખાન અલગ લૂકમાં જોવા મળી રહ્યો છે.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/3g3AS6Q

No comments:

Post a Comment

Pages