અમદાવાદ: કોરોના વાયરસ અને દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉનના કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. હજી એક મહિના સુધી સ્કૂલો ખુલે તેમ લાગતું નથી. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટેકહોલ્ડરો વચ્ચે ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ હતી. જેમાં તમામનો મત એવો હતો કે અગાઉ સ્કૂલો જૂનમાં ખોલવાનું નક્કી કર્યું હતું તે હવે નહીં કરી શકાય. ઓનલાઈન મીટિંગમાં હાજર શિક્ષકો અને સ્કૂલના ટ્રસ્ટીઓનો પણ અભિપ્રાય એવો જ હતો કે, સ્કૂલો હજી ઓછામાં ઓછા એક મહિના સુધી બંધ રહેવી જોઈએ. ત્યાં સુધીમાં સ્થિતિ કાબૂમાં આવી જશે તેવી આશા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
મીટિંગમાં હાજર તમામના અભિપ્રાય જાણ્યા પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલીઓ સહિત સૌને તેમની રજૂઆતો લેખિતમાં આપવાનું સૂચન કર્યું હતું. મહત્વનું છે કે, રાજ્ય સરકારે માર્ચ મહિનામાં લીધેલા નિર્ણય મુજબ શાળાઓ 8 જૂન સુધી બંધ રહેવાની હતી. સૂત્રોનું માનીએ તો, શાળાઓમાં સોમવારથી વેકેશન પૂરું થઈ જશે. જો કે, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે પરંતુ શિક્ષકો અને અન્ય સ્ટાફ મેમ્બર્સને ફરજ પર હાજર થવું પડશે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણભાઈ પટેલે જણાવ્યું, “આપણે આ મહામારીનો સાથે મળીને સામનો કરવાનો છે. શાળાઓ લાંબા સમય સુધી બંધ રહી શકે છે ત્યારે અમે સરકારને વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાની મંજૂરી આપવામાં આવે. જે લોકોને આર્થિક સંકડાશ હોય તેમને છૂટછાટ આપવામાં આવશે પરંતુ સ્કૂલ ચલાવવા માટે નાણાં જરૂરી છે.”
અમદાવાદ સ્કૂલ્સ પ્રોગ્રિસિવ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ અર્ચિત ભટ્ટે કહ્યું, “સોફ્ટ લોન રૂપે સરકાર અમને આર્થિક મદદ આપે તેવી રજૂઆત કરી છે. સરકારે આ મુદ્દે હકારાત્મક જવાબ આપતા કહ્યું છે કે, તેઓ બેંક સાથે આ બાબતે વાત કરશે.”
from Page Array – I Am Gujarat https://ift.tt/2AHdxZl
No comments:
Post a Comment