Latest

Saturday, June 6, 2020

અ’વાદઃ કોરોનાના સંકટ વચ્ચે વરસાદે વધારી મુશ્કેલી, તાપમાનમાં વધઘટથી ઈન્ફેક્શન વધવાનો ડર

શહેરમાં કોરોનાના સંકટ વચ્ચે વરસાદની એન્ટ્રી

અમદાવાદઃ શહેર કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધારે કોવિડ-19ના કેસો પણ અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. એવામાં શુક્રવારે વરસાદનું પણ આગમન થઈ ગયું. વરસાદથી તાપમાનમાં વધઘટ થતા વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં અચાનક વધારો નોંધાઈ શકે છે. વી.એસ હોસ્પિટલના સીનિયર ડોક્ટર મુજબ, તાપમાનની આ વધઘટ સાથે શરીરનું એડજસ્ટ થવું મુશ્કેલ છે અને આ સ્થિતિમાં વાયરસ વધી શકે છે. ખાસ કરીને આગામી દિવસોમાં જ્યારે તાપમાન ફરીથી વધવા લાગશે.

શહેરમાં 14.73mm વરસાદ નોંધાયો

અમદાવાદ શહેરમાં શુક્રવારે સરખેજ, બોડકદેવ, પાલડી, વટવા અને દાણાપીઠ વિસ્તારમાં એવરેજ 11.89mm વરસાદ નોંધાયો. જ્યારે શહેરમાં 14.73mm વરસાદ પડ્યો. આ વિસ્તારોમાં પાછલા અઠવાડિયાથી કોરોનાના કેસોમાં 20થી 35 ટકાનો વધારો નોંધાયો છે. શહેરના છેવાડે આવેલા બોપલ, શીલજ અને શેલામાં પણ વરસાદ પડતા થોડા સમય માટે પાણી ભરાયા હતા.

વરસાદમાં વકરી શકે કોરોના

કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતા જનરલ ફિઝિશિયન ડો. મનોજ વિઠલાનીએ કહ્યું, ગરમી કોરોનાને ફેલાતો રોકવામાં સફળ રહી નથી, તેને ધ્યાનમાં રાખતા અમે માની રહ્યા છીએ કે વરસાદ ભેજ વધતા અને વાતાવરણ વાયરસના ફેલાવાને અનુકૂળ હોવાથી કેસમાં વધારો થશે.

ચોમાસામાં આટલું ખાસ ધ્યાન રાખો

  • ઓફિસ અને રેસિડેન્સીયલ વિસ્તારમાં પાણી ભરાય નહીં અને ફૂગ ન થાય તે માટે ભીની સપાટીને ચોખ્ખી કરવાનું રાખો.
  • કફ અને તાવથી બચવા માટે ભીનું માસ્ક ન પહેરશો અને શક્ય હોય ત્યાં સુધી ભીના કપડા પણ ન પહેરવા.
  • જોઈ શરીરમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેની ખાતરી કરવા માટે 104 હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સલાહ લો.

આસપાસમાં સ્વસ્છતા પર આપો ધ્યાન

ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. મનોજ સિંહ કહે છે, અત્યારે આપણું ધ્યાન આસપાસમાં વધારે સ્વચ્છતા રાખવાનું હોવું જોઈએ. સીઝન બદલાવવાથી શ્વસનક્રિયાને લગતી બીમારીઓમાં વધારો નોંધાઈ શકે, તેમાંથી કોવિડ-19 પણ બાકાત નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2AFyJiq

No comments:

Post a Comment

Pages