Latest

Tuesday, June 30, 2020

શેખર સુમને સુશાંતના પરિવાર સાથે કરી મુલાકાત, જણાવ્યું કેવી છે તેના પિતાની સ્થિતિ

સુશાંતના પરિવારને મળ્યો શેખર સુમન

એક્ટર શેખર સુમન એવી વ્યક્તિઓમાંથી એક છે જેનું કહેવું છે કે, સુશાંત રાજપૂતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. શેખર સુમન હાલમાં જ પટનામાં સુશાંતના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં એક્ટરના પિતા સાથે વાતચીત કરી હતી. શેખર સુમને આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શેખર સુશાંતના સારા મિત્ર અને પ્રોડ્યૂસર સંદીપ સિંહ સાથે ત્યાં પહોંચ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

#JusticeForSushant કેમ્પેનની કરી શરૂઆત

શેખર સુમને #JusticeForSushant કેમ્પેનની શરૂઆત કરી છે. તેનું કહેવું છે કે, આ પ્લાન્ડ મર્ડર છે. શેખર સુમને સુશાંતના ઘર બહાર રહેલા મીડિયા સાથે પણ વાત કરી હતી, જેનો વીડિયો તેણે શેર કર્યો છે.

વાયરલ થઈ તસવીરો

સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, શેખર સુમન સુશાંતના પિતા કે.કે. સિંહ સાથે બેઠો છે. તેણે જણાવ્યું કે, ‘સુશાંતના પિતાને મળ્યો. તેમનું દુઃખ હળવું કરવાનો પ્રયાસ કર્યો. અમે વાતો કર્યા વગર એમ જ બેસી રહ્યા. તેઓ આઘાતમાં છે. મને લાગે છે કે, દુઃખ પ્રગટ કરવાની સૌથી સારી રીત મૌન છે’.

શેખર સુમને શેર કર્યો વીડિયો

શેખર સુમને જે વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક લડાઈ જેને ખતમ કરવી છે અને કંઈ પણ થઈ જાય આ લડાઈને બંધ નહીં કરીએ’. શેખરે મીડિયાને પણ કહ્યું કે, અમે જસ્ટિસ ફોર સુશાંત નામની એક કેમ્પેન શરૂ કર્યું છે અને જે સામે દેખાઈ રહ્યું છે. આ મામલો તેનાથી ઘણો વધારે છે’.

‘હું ચૂપ નહીં બેસુ’

શેખરે અગાઉ કહ્યું હતું કે, ‘સુશાંતે કાઈ પો છે ફિલ્મથી ડેબ્યૂ કર્યું. પરંતુ તેને કોઈ એવોર્ડ મળ્યો નહીં. સુશાંતના કેસને ઉતાવળમાં અને ખૂબ જ ઝડપથી બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે આ મામલે કોઈ બોલે કે ન બોલે હું શાંતિથી નહીં બેસુ. એક એક્ટર હોવાના નાતે સુશાંત સાથે છું. સુશાંતના પિતાના દુઃખને પણ સમજી શકાય છે કારણ કે તેમણે પણ એક દીકરો ગુમાવ્યો છે’.



from Page Array – I Am Gujarat https://ift.tt/2YHACEW

No comments:

Post a Comment

Pages