Latest

Saturday, June 6, 2020

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે અમૂલના ઓફિશિયલ એકાઉન્ટ પર નિયંત્રણ મૂક્યો

પ્રશાંત રૂપેરા, વડોદરા: માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે શુક્રવારે વહેલી સવારે અમૂલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર નિયંત્રણ મૂક્યો હતો. ટ્વિટર પર અમૂલના નવા ‘એક્ઝિટ ધ ડ્રેગન’ સ્લોગન સાથેની ક્રિએટિવ એડ જે ચાઈનિઝ પ્રોડક્ટના બહિષ્કાને સમર્થન આપે છે. જેને લઈને ટ્વિટરે આ પગલું ભર્યું હતું. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ઉચ્ચ પદાધિકારી પણ ટ્વિટરની કોઈ પણ સૂચના વગરની ચેતવણીથી આશ્ચર્યમાં મૂકાયા હતા.

ટ્વિટરે આ રીતે ચેતવણી આપીસાવધાન: આ એકાઉન્ટ અસ્થાયી રૂપથી પ્રતિબંધિત છે. તમે આ ચેતવણી જોઈ રહ્યાં છો કારણ કે આ એકાઉન્ટમાંથી કેટલીક અસામાન્ય પ્રવૃત્તિ થઈ છે. શું તમે હજી પણ તે જોવા માંગો છો?’ અમૂલના ઓફિશિયલ હેન્ડલ પર ટ્વિટર દ્વારા મૂકવામાં આવેલી પોસ્ટ.

અમૂલે મૂકેલી પોસ્ટમાં લાલ અને સફેદ પોલ્કડોટેડ ડ્રેસ પહેરેલી આઈકોનિક ગર્લ એક ડ્રેગન સામે લડીને તેના દેશને બચાવતી જોવા મળી રહી છે. તેની પાછળ ચાઈનીઝ વિડીયો શેયરીંગ મોબાઈલ એપ્લિકેશન ટિકટોકનો લોગો પર જોઈ શકાય છે. ક્રિએટર્સે પણ બોલ્ડ અક્ષરોમાં ‘અમુલ મેડ ઈન ઈન્ડિયા’ લખેલુ દર્શાવ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરના આહ્વાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

GCMMFના મેનેજિંગ ડિરેક્ટર R.S શોઢીએ જણાવ્યું કે, “અમે ટ્વિટરને પૂછ્યું છે કે, નિયંત્રણ મૂકતા પહેલા અમને જાણ કેમ કરવામાં ન આવી? ટ્વિટરેટિસ (ટ્વિટર પર સુપર એક્ટિવ) રહેતા લોકોએ આ ઘટનાને જોડીને ટ્વિટર પર ગુસ્સો ઠાલવ્યો હતો. એક ટ્વિટરેટિસે શંકરનાથે અમૂલને સમર્થન કરતા પ્રતિક્રિયા આપી કે, @Amul_coop!અંગે શંકાસ્પદ કંઈ નથી! તમે @TwitterIndia? કેમ શંકાસ્પદ એકાઉન્ટ બતાવી રહ્યાં છો? જો તેનું કારણ ટ્વીટની નીચેનું હોય તો અમે ભારતીય હંમેશા અમૂલની સાથે ઉભા છીએ. અમારા દેશી સુપર બ્રાન્ડ્સ પર તમારું પૂર્વગ્રહ બંધ કરો! અમને કાયદેસર થવા દબાણ ન કરો. તેણે અમૂલનું ટ્વીટ ‘એક્ઝિટ ધ ડ્રેગન’ સ્લોગન પણ પોસ્ટ કર્યું હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/2XDy4Hp

No comments:

Post a Comment

Pages