આયુષ્માન અને રણવીરની લાઈવ ચેટ

હજી ફિલ્મોના શૂટિંગ ફરીથી શરૂ થયા નથી એવામાં સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે લાઈવ ચેટ કરતાં રહે છે. હાલમાં જ એક્ટર આયુષ્માન ખુરાનાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ સેશન રાખ્યું હતું. જેમાં રણવીર સિંહ પણ તેની સાથે જોડાયો હતો. રણવીર સિંહ ઊંઘમાંથી ઉઠ્યો જ હતો. ત્યારે તે પોતાના વેર-વિખેર વાળ સરખા કરતો હતો. લોકડાઉનના કારણે વધી ગયેલા વાળ બંને એક્ટર્સે ચેટ દરમિયાન બતાવ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
દીપિકાએ ધમકાવતા બંધ કરી ચેટ

રણવીર અને આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર વાતો શરૂ જ કરી ત્યાં જ ‘સિમ્બા’એ બાય કહી દીધું. ચેટ તાત્કાલિક છોડીને જવાનું કારણ દીપિકા પાદુકોણ હતી. વિડીયોમાં જોઈ શકો છો કે, રણવીર થોડો નર્વસ દેખાય છે અને આયુષ્માનને કહે છે, “ઓક બાય…બાય…બાય…ભાભી લડે છે. કહે છે કે હું ઝૂમ કૉલ કરું છું બૂમો ના પાડીશ.”
જુઓ ચેટનો વિડીયો
Ranveer Singh joining Ayushmann Khurrana live on Instagram
_
He just woke uppic.twitter.com/OeHQQdSXeM
— RanveerSingh TBT | #83
(@RanveerSinghtbt) June 5, 2020
ચેટ બંધ કરતાં પહેલા રણવીર આયુષ્માનને કહે છે, ‘આઈ લવ યુ આયુષ.’ આટલું કહીને આયુષ્માન કોઈ રિપ્લાય આપે તે પહેલા જ રણવીરે ચેટ બંધ કરી દીધી હતી.
આ ફિલ્મોમાં દેખાશે

હાલ તો આ બંને એક્ટર્સ લોકડાઉનના કારણે પોતપોતાના ઘરે છે. ત્યારે વર્કફ્રંટની વાત કરીએ તો, આયુષ્માન ખુરાના અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં જોવા મળશે. જ્યારે રણવીર સિંહ કબીર ખાનની ફિલ્મ ’83’માં જોવા મળશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2XBdxD5



No comments:
Post a Comment