Latest

Thursday, June 25, 2020

સુશાંત સિંહ રાજપૂતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું, ‘સૌથી વધારે ડર મૃત્યુનો લાગે છે’

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેના ફેન્સ તેના ભૂતકાળને સતત યાદ કરી રહ્યા છે. તેની ફિલ્મો, ઈન્ટરવ્યુ, ટ્વીટ વગેરેને ફેન્સ શેર કરી રહ્યા છે. જેમાં એક ઈન્ટરવ્યુ ફેન્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં સુશાંતે જણાવ્યું છે કે, તેને સૌથી વધુ ડર મૃત્યુનો લાગે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સુશાંત સિંહ રાજપૂતને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તેને સૌથી વધારે કઈ વાતનો ડર લાગે છે, જેના જવાબમાં સુશાંતે પહેલા તો કહી દીધું કે મને કોઈ વાતનો ડર નથી લાગતો, પછી તેણે કહ્યું કે- “જો એવું કંઈક હોય તો મને મોતનો સૌથી વધારે ડર લાગે છે, હું 3 કલાક માટે ઊંધી જાઉં છું તો મને નથી ખબર હોતી કે હું કોણ છું? એ ના જાણી શકો કે તમે કોણ છો તે ડરામણું હોય છે. કદાચ આવું ત્યારે થાય છે જ્યારે તમે મરી જાવ છો.”

સુશાંતે પોતાના જૂના ઈન્ટરવ્યુમાં કહેલી આ વાત ઘણી જ વાયરસ થઈ રહી છે. ફેન્સ તેના આ મેસેજને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે.

સુશાંતે એન્જિનિયરિંગનો અભ્યાસ 2002માં છોડી દીધો હતો. આ પછી સુશાંતે મનોરંજનની દુનિયામાં પગલું માડ્યું હતું. સુશાંતે પોતાની શરુઆત બેગ્રાઉન્ડ ડાન્સર તરીકે કર્યા બાદ 2009માં ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં કામ કર્યું હતું. આ પછી સુશાંતે વર્ષ 2011થી ‘કાઈ પો છે’ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી જે પછી શુદ્ધ દેસી રોમાસ, એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, રાબતા, કેદારનાથ જેવી ફિલ્મો કરી છે.

રથયાત્રા રદ્ થવાનો વિવાદ: દિલિપદાસજીના આક્ષેપોનો મંત્રી પ્રદીપસિંહે આપ્યો જવાબ 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2BFZP9r

No comments:

Post a Comment

Pages