Latest

Thursday, June 25, 2020

ડિપ્રેશન અને કામના અભાવે આ એક્ટરે મનોરંજન ઈન્ડસ્ટ્રીને કહ્યા રામ રામ, પોતાના ઘરે ઈંદોર પરત ફર્યો

શાર્દૂલે છોડી મનોરંજન ઈન્ડસ્ટ્રી

‘બંદિની’, ‘કિતની મોહબ્બત હૈ 2’, ‘કુલદીપક’ અને ‘સિદ્ધિવિનાયક’ જેવી ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલા એક્ટર શાર્દૂલ પંડિતે મુંબઈ અને મનોરંજન ઈન્ડસ્ટ્રીને રામ રામ કહી દીધા છે. આંખોમાં સપના સેવેની મુંબઈ આવેલા એક્ટરે કહ્યું કે, ડિપ્રેશન, આર્થિક તંગી અને એક્ટિંગની પૂરતી તકના અભાવે તેને આ રસ્તા પર લાવીને ઊભો રાખી દીધો. હવે તેની પાસે પોતાના ઘરે ઈંદોર જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

UAEમાં નોકરી છોડીને આવ્યો હતો મુંબઈ

પોતાના એક્ટિંગ કરિયર વિશે વાત કરતાં શાર્દૂલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, “2012માં UAEમાં ખૂબ સારી જોબની ઓફર મળતા મેં એક્ટિંગ છોડી દીધી હતી. પરંતુ કેમેરાની યાદ આવતાં ત્રણ વર્ષ પછી જોબ છોડીને હું પાછો મુંબઈ આવી ગયો. પરત આવ્યા પછી મને ‘કુલદીપક’ શો મળ્યો અને એક ક્રિકેટ શો (બોક્સ ક્રિકેટ લીગ) હોસ્ટ કર્યો. જો કે, તે શો અધવચ્ચેથી જ બંધ થઈ ગયો અને મારા રૂપિયા ફસાઈ ગયા. હું કેટલાક પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાનો હતો પરંતુ કંઈ મેળ ના પડ્યો.”

આર્થિક તંગી અને માંદગીમાં સપડાયો

પડતા પર પાટું જેવી સ્થિતિ ત્યારે આવી જ્યારે શાર્દૂલ બીમાર પડી ગયો. એક્ટરે કહ્યું, “મારા કિસ્સામાં લોકડાઉન આઠ મહિના જેટલું લાંબું થઈ ગયું. કમળાએ ત્રણ વાર ઉથલો મારતાં હું લગભગ એક વર્ષ બીમાર રહ્યો. બીમાર હોવાના લીધે મારા હાથમાંથી ‘મુજસે શાદી કરોગે’ રિયાલિટી શો જતો રહ્યો. મને લોકડાઉન પહેલા એક વેબ સીરીઝ પણ ઓફર થઈ હતી, જો કે, તેનું શું થયું તે અંગે ખબર નથી. હું આર્થિક તંગી સામે ઝઝૂમતો હતો ને આ ત્રણ મહિનામાં મારી બધી જ બચત વપરાઈ ગઈ.”

‘ડિપ્રેશનમાં પરિવાર કરી શકે છે મદદ’

 

View this post on Instagram

 

Home away from home this diwali with @ankzbhargava And @karan9198 Thankyou 🤗🤗🤗

A post shared by KUNAL PANDIT (Shardool Pandit) (@kunalogy) on

ખરાબ તબિયત, વારંવાર રિજેક્શન અને ઠંડી પ્રોફેશનલ લાઈફે શાર્દૂલને ડિપ્રેશનમાં ધકેલી દીધો. આ વિશે વાત કરતાં તેણે કહ્યું, “એક પછી એક રિજેક્શન, નિષ્ફળતા, લંબાયેલી માંદગી અને છૂટતા જતા મિત્રો, આ બધી સ્થિતિના કારણે હું ડિપ્રેશનમાં જતો રહ્યો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં હું થેરાપિસ્ટ પાસે હતો. આ દરમિયાન કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ જેવા મારા મિત્રો પડખે રહ્યા. મેં પેઈન્ટિંગ, મેડિટેશન અને લખવાનું શરૂ કર્યું. જો કે, હજી હું આ સ્થિતિમાંથી બહાર નથી આવ્યો શક્યો. મારે હજી મદદની જરૂર છે. ત્યારે મને લાગે છે કે ઘરે મારા માતા-પિતા પાસે રહીશ તો ફાયદો થશે.”

ફરી આવશે?

એક્ટરે કહ્યું, “હું અહીંથી જવા નથી માગતો પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. હું કામ કરું કે નહીં મારે ઘરનું ભાડું અને અન્ય ખર્ચ તો ઉઠાવવા જ પડશે. કાલે ઉઠીને મને કોઈ પ્રોજેક્ટ મળી પણ જાય તો પેમેન્ટ ઈન્ડસ્ટ્રીના નિયમ મુજબ ત્રણ મહિના પછી મળવાનું શરૂ થશે. એટલે ખર્ચા તો ઊભા જ રહેશે ને હાથમાં રૂપિયા નહીં હોય.” ફરીથી મુંબઈ આવવાની કોઈ શક્યતા ખરી? આ પ્રશ્નના જવાબમાં શાર્દૂલે કહ્યું, “હું એ આશા સાથે શહેર છોડી રહ્યો છું કે એક દિવસ કોઈ મારું કામ જોશે અને તેને લાગશે કે આ એક્ટર મહેનતુ અને અલગ છે અને તે મને ફોન કરીને બોલાવશે. આ જ આશા બાકી રહી છે.”



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2Ywdk4I

No comments:

Post a Comment

Pages