Latest

Saturday, June 6, 2020

ઝાડૂ લઈને સલમાને પનવેલ સ્થિત ફાર્મહાઉસની કરી સાફ-સફાઈ, સાથે જોવા મળી યૂલિયા

હાલ પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં છે સલમાન

લોકડાઉન થયું ત્યારથી સલમાન ખાન પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં રહી રહ્યો છે. અહીંયા સલમાનની સાથે તેની બહેન અર્પિતા-અલવિરાનો પરિવાર તેમજ યૂલિયા અને જેક્લિન ફર્નાન્ડીઝ રહે છે. પર્યાવરણ દિવસ પર સલમાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો.

ફાર્મહાઉસમાં સાફ-સફાઈ કરતો જોવા મળ્યો સલમાન

 

View this post on Instagram

 

#SwachhBharat #WorldEnvironmentDay Music Credits: Mark Mothersbaugh

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાને જે વીડિયો શેર કર્યો છે તેમાં તે પોતાના ફાર્મહાઉસમાં ઝાડૂ લગાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તેની સાથે યૂલિયા વંતૂર સહિત અન્ય કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે. બધા સાથે મળીને ફાર્મહાઉસને સાફ કરી રહ્યા છે. આ વીડિયો શેર કરીને સલમાને #SwachhBharat #WorldEnvironmentDay જેવા હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

યૂલિયાએ પણ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા. અમે અમારૂં કામ કર્યું’. આ પહેલા યૂલિયાએ નિસર્ગ સાઈક્લોનના કારણે ફાર્મહાઉસની શું સ્થિતિ થઈ ગઈ છે અને કેટલું નુકસાન પહોંચ્યું છે તેની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ‘તેમ છતાં જીવન આગળ વધે છે…બધું ઠીક કરવા માટે સૂરજ પાછો આવે છે’.

વર્કફ્રંટની વાત કરીએ તો…

વર્કફ્રંટની વાત કરીએ તો આ વર્ષે ઈદ પર સલમાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનના કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં, અને હાલ તેની ડેટ પાછળ કરાઈ છે. આ ફિલ્મમાં સલમાનની ઓપિઝિટમાં દિશા પાટની જોવા મળશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2UfNzTU

No comments:

Post a Comment

Pages