એક્ટરના ઘરમાંથી મળ્યું પ્રિસ્ક્રિપ્શન

રવિવારે મુંબઈના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં સુશાંત સિંહે આપઘાત કરી લેતા દેશવાસીઓને મોટો ઝાટકો લાગ્યો હતો. તેનું નિધન થયું ત્યારથી મીડિયામાં આ અંગેના અલગ-અલગ રિપોર્ટ્સ ફરી રહ્યા છે. એક્ટરના ઘરમાંથી પ્રિસ્ક્રિપ્શન અને ડિપ્રેશનની દવાઓ મળ્યા બાદ તેના પિતાએ ખુલાસો કર્યો છે કે, દીકરો ડિપ્રેશન સામે લડી રહ્યો હોવાની જાણ તેમને નહોંતી.
સુશાંત ડિપ્રેશનમાં હોવાની જાણ પિતાને નહોતી

મુંબઈ પોલીસે હાલમાં જ એક્ટરના પિતા અને બંને બહેનોના નિવેદન નોંધ્યા હતા અને જણાવ્યું હતું કે, પરિવારને કોઈના પર પણ ફાઉલ પ્લેની આશંકા નથી. સુશાંતના પિતાએ નિવેદમાં તેમ પણ કહ્યું હતું કે, સુશાંત ઘણીવાર લો ફીલ કરતો હતો. જો કે, તે ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલી રહી હતી, તે વિશે તેમને જાણ નહોતી.
અન્ય દિશામાં પણ થઈ રહી છે તપાસ

‘પરસ્પર દુશ્મનાવટ’ના કારણે સુશાંતે આ પગલું ભર્યું હોવાનું કેટલાક મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે ત્યારે પોલીસ અધિકારીઓ આ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે. સુશાંતમાં ઘરમાંથી સ્યૂસાઈડ નોટ ન મળી આવતાં તેણે આવું કેમ કર્યું તેનું દ્રષ્ય હજું સ્પષ્ટ થયું નથી.
આ ફિલ્મોમાં કર્યું હતું કામ

વર્કફ્રંટની વાત કરીએ તો, એક્ટરે કાઈ પો છે, એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, પીકે, સોનચિરિયા, છિછોરે જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2N5liv8
No comments:
Post a Comment