સુશાંત સિંહ રાજપૂત અને તેનું બાળપણ

સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું, જોકે, હજુ સુધી આ વાત ઘણાને માનવામાં નથી આવી રહી કે, સુશાંત આવું કરી શકે. સુશાંતે આ પગલું શા માટે ભરવું પડ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ સુશાંતના ફેન્સ તેના વિશેની વધુને વધુ વાતો જાણવા માટે ઈન્ટરનેટ પર તેના વિશે સર્ચ કરી રહ્યા છે. સુશાંતે કેટલાક સપના અને લક્ષ્ય પણ બનાવ્યા હતા જે અધુરા રહી ગયા છે. સુશાંતને તેના મિત્રો પણ બહુ જ યાદ કરી રહ્યા છે અને તેને હંમેશા યાદ રાખશે. સુશાંતના એક મિત્ર અતુલે સ્કૂલના સાઈકલ રેસિંગના દિવસો યાદ કરીને લખ્યું છે કે, “એક બીજી દુનિયામાં એક નવા જીવનમાં આપણે ફરી મળીશું. આપણે ફરી રેસ કરીશું. આપણે ફરી ક્યારેક બેસીશું. આપણે ક્યારેક ફરી સાથે મળીને જમીશું. આપણે ચર્ચા કરીશું કે તારી સાથે શું ખોટું થયું? ત્યાં સુધી તમને યાદ કરતા રહીશું.”
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2zEDqZD
























No comments:
Post a Comment