Latest

Wednesday, June 17, 2020

શિવાંગી જોશી સાથે સરખામણી થતાં વિફરી હિના ખાન, ટ્વીટ કરીને આપ્યો સણસણતો જવાબ

‘યે રિશ્તા…’માં સાથે કર્યું છે કામ

પોપ્યુલર ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરિયરની શરૂઆત કરનારી હિના ખાનની સરખામણી શિવાંગી જોશી સાથે થતાં તે વિફરી હતી. આપને જણાવી દઈએ કે, શિવાંગી જોશી શોમાં નાયરાના રોલમાં જોવા મળી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સરખામણી થતાં વિફરી હિના

હાલમાં જ એક પોર્ટલે બંને હીરોઈનની એક્ટિંગ સ્કિલની સરખામણી કરી હતી. જેણે હિનાનું ધ્યાન ખેંચ્યું હતું. એક્ટ્રેસે જાહેરમાં જ આ વાત સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ તેને ‘બીમારી’ ગણાવી હતી.

ટ્વીટ કરીને આપ્યો જવાબ

હિનાએ સરખામણી કરનારને બરાબરનો જવાબ આપતા ત્રણ ટ્વીટ કર્યા છે. જેમાંથી પહેલા ટ્વીટમાં લખ્યું છે કે, ‘આ બીમારી છે. મને ખબર છે કે તમે પોઝિટિવિટી, ખુશી, સમાનતા ઉભી કરી શકતા નથી. પરંતુ વિવેકબુદ્ધિ તો જાળવો. તમે લોકો ભાગ પાડો છો. તમે લાઈક્સ અને રિ-ટ્વીટ્સ પર વધારે ધ્યાન આપો છો. થોડી તો શરમ રાખો. ખાસ કરીને એવા સમયે જ્યારે દરેક આઘાતમાં છે’.

હિના ખાને શું કહ્યું?

બીજા ટ્વીટમાં હિનાએ લખ્યું છે કે, ‘કેમ? કેમ? તમે મોટાભાગની પોસ્ટમાં સરખામણી કરીને લોકોને નીચા બતાવો છો. દરેક બાબતમાં સ્પર્ધા ન હોય, કારણ કે અમે જ્યાં સુધી ત્યાં ખુશી છીએ. તમારે સત્ય અને અમારી ઉપલબ્ધિઓ વિશે વધારે વાત કરવી જોઈએ. આ બધા માટે સમાન છે. દરેક વાંચનાર માટે પણ’.

હિનાએ શિવાંગીના કર્યા વખાણ

ત્રીજા ટ્વીટમાં હિનાએ શિવાંગી જોશીના વખાણ કર્યા છે અને લખ્યું છે કે, ‘શિવાંગી ખૂબ સારી એક્ટ્રેસ છે. દરેકના રસ્તા અલગ છે. આ નફરત ફેલાવવાનું કામ બંધ કરો. અને આસપાસ જે બની રહ્યું છે તેમાંથી કંઈક શીખવાની જરૂર છે’.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/3fxy9SZ

No comments:

Post a Comment

Pages