હેપી બર્થ ડે

આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ગુપ્ત શત્રુઓથી બચવું

નવું વર્ષ રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. જૂન મહિનાના બાકીના દિવસોમાં લાભ મળી શકે છે. જુલાઈમાં ગ્રહચાલ મધ્યમ રહેશે, ગુપ્ત શત્રુઓના ષડયંત્રથી બચવું. ઓગસ્ટ પૂર્વપેક્ષા મુજબ રહેશે. વ્યયથી વધારે લાભ થશે.
ભાગ્યોદય થશે

કુશળ જાતકોનો ભાગ્યોદય સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર સુધી થશે. બુધના સહયોગથી મોટાભાગના જાતકોના બૌદ્ધિક, ધાર્મિક અને વ્યવસાયિક પ્રયાસ સાર્થક રહેશે. નવેમ્બર-ડિસેમ્બરમાં અનાવશ્યક પ્રપંચોના કારણે પરેશાની ઉઠાવવી પડી શકે છે.
વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે

બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા લોકો આ વર્ષે જાન્યુઆરીમાં કામકાજનો વિસ્તાર કરશે. નોકરિયાતવર્ગને મનોવાંચ્છિત જગ્યાએ બદલી ફેબ્રુઆરીથી માર્ચ 2021માં સામાન્ય પ્રયાસથી મળી રહેશે. એપ્રિલથી મે સુધીમાં સ્થિતિ સુખદ રહેશે. મહિલાઓ માટે આ વર્ષ અધિક લાભપ્રદ છે. વિદ્યાર્થીઓને નિયમિત પરિશ્રમથી સફળતા મળશે. મંગળ તમારી રાશિ માટે અનુકૂળ ના હોવાથી અતઃ શ્રી સુંદરકાંડના પાઠ રોજ રાત્રે 8 વાગ્યા બાદ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને 40 દિવસ સુધી કરો.
from Page Array – I Am Gujarat https://ift.tt/3hB4kCN
No comments:
Post a Comment