Latest

Wednesday, June 17, 2020

કોરોના વાયરસઃ બર્થ ડે કેક પર રહેલી કેન્ડલ બ્લો કરવાનું ટાળી રહ્યા છે ગુજરાતીઓ

તુષાર ટેરે, વડોદરાઃ પશ્ચિમી દેશોની જેમ હવે આપણે ત્યાં પણ બર્થ ડે પર મીણબત્તી પર ફૂંક મારીને અને કેક કટ કરીને સેલિબ્રેશનનું ચલણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના બિઝનેસમેન તેજસ પટેલે પણ 24 એપ્રિલે પોતાની કેક પરની કેન્ડલ બ્લો કરીને બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેમણે આંખો બંધ કરી, વિશ માગ્યું અને પછી તેમણે જે કર્યું તે જોઈને સૌ ચોંકી ગયા. ‘તેમણે કેન્ડલ ફૂંક મારીને નહીં પરંતુ હેરડ્રાયરથી બ્લો કરી હતી, કારણ કે તેમના મોંમાંથી બેક્ટેરિયા કેક પર જાય તેવું જોખમ તેઓ લેવા માગતા નહોતા. અમે કોરોના વાયરસ મહામારીને લઈને ખાસ સાવચેતી રાખી હતી’, તેમ તેમના પત્ની પ્રીતિ પટેલે જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

વડોદરામાં રહેતા અને ફૂડ એન્ડ બેવરિજ મેનેજર તરીકે કામ કરતાં રામ શિતોલેએ પણ 15 દિવસ પહેલા તેમનો બર્થ ડે ઉજવ્યો હતો, પરંતુ કેન્ડલ વગર. તેમણે કેકની બાજુમાં માટીથી બનેલો દીપક પેટાવ્યો અને બાદમાં પરિવાર સાથે ડિનર એન્જોય કર્યું હતું.

કેક પર કેન્ડલ બ્લો કરવાની પ્રથા કોણે, ક્યારે અને કેમ શરૂ કરી તે વિશે કોઈ જાણતું નથી, પરંતુ આ મોર્ડર્ન સમયમાં કેક પર કેન્ડલ ન હોય તો બર્થ ડે સેલિબ્રેશન અધૂરું ગણાય.

જો કે, જૂન 2017માં પોલ ડોસન (Paul Dawson) સહિત Clemson Universityના સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે, કેન્ડલ બ્લો કરવાથી કેક પર બેક્ટેરિયા જમા થાય છે. કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ગુજરાતીઓ આ થિયરી સાથે સંપૂર્ણપણે સંમત છે. સાઉથ કેરોલિના યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં તેવું બહાર આવ્યું છે કે, કેન્ડલ બ્લો કરવાથી કેક પરના બેક્ટેરિયાનું પ્રમાણ 1400 ટકા જેટલું વધી જાય છે.

‘હું મારા પરિવાર અને મારા શુભચિંતકોની હેલ્થને લઈને કોઈ રિસ્ક લેવા માગતો નહોતો. મેં માત્ર કેક કટ કરી અને તે ખૂબ જ ટેસ્ટી હતી’, તેમ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં રામે કહ્યું.

‘બર્થ ડે હંમેશા સ્પેશિયલ હોય છે અને કેન્ડલ બ્લો કરવી તેને વધારે સ્પેશિયલ બનાવે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે મેં તેમ કરવાનું ટાળ્યું હતું. અમે કોઈ જોખમ લેવા માગતા નહોતા’, તેમ ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિની તનિષાએ જણાવ્યું.

‘અમે હંમેશા અમારી કેક સાથે ડિઝાઈનર કેન્ડલ આપીએ છીએ. પરંતુ જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ છે ત્યારે લોકો કેન્ડલ્સ માગતા નથી. કેટલાક ક્લાયન્ટ્સે કેન્ડલ બ્લો કરવાનું બંધ કરી દીધું છે’, તેમ વડોદરાના પેસ્ટ્રી શેફ દિશા નાઈકે કહ્યું.

અમદાવાદમાં રહેતા જુગલ ઠક્કરે તો 11 મેના દિવસે પોતાના બર્થ ડે પર કેક પણ કટ નહોતી કરી, કારણ કે તે સુરક્ષિત રહેવા માટે દુકાનોમાં બનતી બેકરી આઈટમથી દૂર રહેવા માગતો હતો. ‘હું મારા પરિવારની કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમ લેવા માગતો નહોતો’, તેમ તેણે કહ્યું.

‘મારા કેટલાક ગ્રાહકોએ વધુ સુરક્ષિત કેક ઓપ્શન પસંદ કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં પ્રિયંકા પટેલે તેના ટ્વિન ભાઈ સાથે કેક કરીને સાદગીથી બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને બાદમાં તેના ફ્રેન્ડ્સને કપ કેક મોકલી આપી હતી’, તેમ અમદાવાદમાં બેકરી ચલાવતા કિરણ અમિને કહ્યું.



from Page Array – I Am Gujarat https://ift.tt/37BBPQN

No comments:

Post a Comment

Pages