ફાયર બ્રિગેડ મેજર કોલ જાહેર કર્યો

વડોદરા: વાઘોડિયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઈન્ડસ્ટ્રીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા બોમ્બ ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ કંપનીના સોલ્વન્ટ પ્લાન્ટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરીને આગ પર કાબુ મેળવવાના માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે આગ વધુ વિકરાળ હોવાને કારણે આગને કાબૂ કરવામાં મુશ્કેલીઓ પડી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
આગ લાગવાનું કારણ અકબંધ

મીડિયા રિપોર્ટ મુજબ વાઘોડીયા GIDC સ્થિત શેડ નં-1043માં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો મુકવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે અચાનક જ સોલ્વન્ટના પ્લાન્ટમાં આગ લાગતા આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગને પગલે આસપાસની કંપનીઓ તેમજ ગ્રામજનો ચિંતામાં મુકાઇ ગયા હતા. જોકે, આગ લાગવા પાછળનું કારણ હજી અકબંધ છે.
વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ

મળતી માહિતી મુજબ વાઘોડિયા GIDCમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલા વાઘોડીયા અને વડોદરા ફાયર બ્રિડના ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા આસપાસના વિસ્તારોના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી દૂરથી ધુમાડાના ગોટેગાટા જોવા મળી રહ્યા હતા.
from Page Array – I Am Gujarat https://ift.tt/3hMMooL
No comments:
Post a Comment