ઈમ્યૂનિટી મજબૂત હોવી જરૂરી

બીમારીથી બચવા માટે અને સ્વસ્થ જીવન જીવવા માટે ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. જ્યારે આપણે કોરોના વાયરસ જેવી મહામારી સામે લડી રહ્યા છીએ ત્યારે તો ખાસ સ્ટ્રોન્ગ ઈમ્યૂનિટીની જરૂર પડે છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં આમ તો ઘણ સમય લાગે છે, પરંતુ કેટલાક એવા ઉપાયો છે જે વાયરસના ખતરાને ઓછો કરે છે. લોકો ઈમ્યૂનિટી માટે ચા અને કાવો પી રહ્યા છે ત્યારે તમારે આ ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી જરૂરથી ખાવી જોઈએ.
ઈમ્યૂનિટી બૂસ્ટિંગ ચટણી

ઉનાળો એટલે કેરીની સીઝન. કાચી અને પાકી એમ બંને કેરી ખાવાની અલગ જ મજા છે. તેના સેવનથી કેટલા લાભ થાય છે તેના વિશે પણ સૌ જાણે છે.
– ન્યૂટ્રિશનિસ્ટ લવલીન કૌરે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઈમ્યૂનિટી બૂસ્ટિંગ ચટણીની રેસિપી શેર કરી હતી.
– પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ‘જો તમને દરેક ભોજનની સાથે ઈમ્યૂનિટી વધે તેવું કંઈક મળી જાય તો? હું વાત કરી રહી છું ઈમ્યૂનિટી બૂસ્ટર ચટણીની. જેને તમે દાળ, ભાત, રોટલી અને શાક સાથે ખાઈ શકો છો’.
સામગ્રી

1 નંગ કાચી કેરી
3 નંગ લસણની કળી
1 નાનો આદુનો ટુકડો
3 ચમચી સમારેલી ડુંગળી
3 ચમચી સમારેલા ટામેટા
10-12 લીમડાના પાન
4-5 અજમાના પાન
5-6 તુલસીના પાન
1 કપ ફુદીનાના પાન
2-3 લીલા મરચા
સ્વાદાનુંસાર મીઠું
કેવી રીતે બનાવશો?

ઉપર જણાવેલી તમામ સામગ્રીને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લો. તો લો તૈયાર છે ઈમ્યૂનિટી બૂસ્ટર ચટણી. 1 ચમચી ચટણી બપોર-સાંજ ખાવી.
નોંધ

જે લોકોને કબજિયાત, ગેસ અને ઝાડાની તકલીફ રહેતી હોય તેમણે આ ચટણી ખાવાની ટાળવી. આ સિવાય પ્રેગ્નેન્ટ મહિલાએ પણ ઓછી માત્રામાં તેનું સેવન કરવું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2zQUcoA
No comments:
Post a Comment