Latest

Wednesday, July 22, 2020

22 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

હેપી બર્થ ડે

આજે જાણીતા બોલિવુડના જાણીતા સિંગર અરમાન મલિકનો જન્મદિવસ છે. આ ઉપરાંત સંજય દત્તની પત્ની માન્યતા દત્તનો પણ બર્થ ડે છે. આ બંને સેલિબ્રિટી ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કેવું રહેશે વર્ષ?

આ વર્ષ રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ગુરુ જુલાઈના બાકીના દિવસોમાં વિશેષ પરિશ્રમનું ફળ આપશે. ઓગસ્ટમાં બૌદ્ધિક પ્રયાસોમાં આશા મુજબનું ફળ મળશે. સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં કેટલાક જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે.

મંગળ કર્મ ક્ષેત્રે હાવી રહેશે

નવેમ્બર અને ડિસેમ્બરમાં નજીક અથવા દૂરની ધાર્મિક યાત્રાના યોગ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં મંગળ ગ્રહ તમારા કર્મક્ષેત્ર અને વ્યય પર હાવી રહેશે. માર્ચ 2021માં નવા વેપારિક કાર્યોનું આયોજન થઈ શકે છે.

હનુમાનજીની પૂજા કરવી

એપ્રિલના અંત સુધીમાં મોટાભાગના જાતકોનો ભાગ્યોદય બુદ્ધિબળ અને પુરુષાર્થથી થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાઓમાં સફળતા અપાવનારું વર્ષ છે. મેથી જૂનના અંત સુધીમાં કુંવારાઓના લગ્ન થઈ શકે છે. વધુ સારા પરિણામ માટે હનુમાનજીની પૂજા અને મંગળવારનો ઉપવાસ હિતકારી રહેશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3jrTfF9

No comments:

Post a Comment

Pages