ખેતી કામ કરી રહ્યો છે સલમાન
કોરોના વાયરસના કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મોનું શૂટિંગ બંધ છે. જોકે હવે અનલોક 1 દરમિયાન શરતો સાથે શૂટિંગની મંજૂરી અપાઈ રહી છે. ત્યારે સલમાન ખાને પણ પોતાની ફિલ્મોનું શૂટિંગ બંધ હોવાના કારણે લોકડાઉન ટાઈમ પોતાના ફાર્મહાઉસ પર વિતાવ્યો હતો. આ સમયે તેનું ધ્યાન ખેતી કરવા પર છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ખેતરમાં ડાંગરની વાવણી કરી
સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઘણા લોકો સાથે ખેતરમાં ડાંગર રોપતા દેખાય છે. આ બાદ તે પાણીથી પોતાના હાથ-પગ ધોવે છે અને તેના આખા ખેતરમાં ડાંગર રોપેલા દેખાય છે. આ પહેલીવાર નથી જ્યારે સલમાન થાને વીડિયો શેર કર્યો હોય. આ પહેલા પણ તેણે ફાર્મિંગની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
યૂલિયા વંતૂર પણ ફાર્મહાઉસ પર છે
હાલમાં જ સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરે એક્ટરના ફાર્મહાઉસ પર વાવણી કરતી એક તસવીર શેર કરી હતી. આ સાથે જ તેણે પહેલીવાર વાવણી કરવાનો અનુભવ શેર કર્યો હતો.
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં દેખાશે સલમાન
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હવે ડાયરેક્ટર પ્રભુદેવાની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળશે. કોરોના વાયરસના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત જેકી શ્રોફ, દિશા પાટની અને રણદીપ હુડ્ડા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2ZJc8eW
No comments:
Post a Comment