Latest

Friday, July 10, 2020

સાણંદ ડબલ મર્ડર કેસઃ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

અમદાવાદઃ સાણંદ ડબલ મર્ડર કેસમાં મિર્ઝાપુર રુરલ કોર્ટના કેમ્પસમાં આવેલી સેશન્સ કોર્ટે આરોપી અમરિંદર પ્રસાદ સાહને આજીવન કેદની સજા ફટકારી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

નવેમ્બર, 2016માં મહિલા અને તેની 14 મહિનાની દીકરીની હત્યાના મામલે કોર્ટે આરોપીને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે તારણ કાઢ્યું હતું કે, સાહે 22 વર્ષની ચંદા ગીરી અને તેની દીકરી રિયા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને પાડોશીઓ ત્યાં પહોંચે તે પહેલા ફરાર થઈ ગયો હતો.

સાહ સાણંદના વડનગર વિસ્તારની તે જ બિલ્ડિંગમાં રહેતો હતો જ્યાં ચંદા અને તેનો પતિ ધનંજય ભાડાના મકાનમાં રહેતા હતા. આ ઘટનાના બે મહિના પહેલા જ સાહે પોતાનું ઘર ખાલી કરી દીધું હતું અને જ્યારે ચંદાનો પરિવાર વતનથી પરત આવ્યો હોવાની જાણ થઈ ત્યારે તે હથિયાર લઈને આવ્યો હતો.

કોર્ટે આરોપીને કોઈ પણ પ્રકારની સજા માફી વગર આજીવન કેદ તેમજ 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

વધુમાં કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ (ગ્રામીણ)ને CrPCની કલમ 357 Aની જોગવાઈ હેઠળ ચંદાના પતિ ધનંજયને વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે. કારણ કે, તેણે આ કિસ્સામાં પત્ની અને દીકરી એમ ઘરની બે વ્યક્તિ ગુમાવી છે.

આ રેસ્ટોરન્ટમાં તૈયાર કરાયા માસ્ક આકારના પરાઠા



from Page Array – I Am Gujarat https://ift.tt/2W45NZs

No comments:

Post a Comment

Pages