Thursday, July 23, 2020

ફૂવાએ મા-બાપ વગરની બંને ભત્રીજી સાથે કર્યું ગંદુ કામ અને પછી બાળલગ્ન કરાવી દીધા

સંબંધોના લાંછન લગાવતો કિસ્સો


અમદાવાદઃ
શહેરના સરદારનગર વિસ્તારમાંથી સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. માતાપિતાના અવસાન બાદ નિરાધાર બનેલી સગીર બહેનો પર નિધર્મી ફુઆએ અનેક વાર દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં બાળલગ્ન પણ કરાવ્યા. તેના 50 હજાર પણ લીધા હતા. મહિલા પોલીસે બાળ લગ્ન અને દુષ્કર્મ તથા પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધી બે બહેનોનું રેસ્ક્યૂ કર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અમદાવાદમાં બની હચમચાવી દે તેવી ઘટના

સરદારનગરમાં રહેતી સગીર બહેનો માતાપિતાના અવસાન બાદ દાદી જોડે રહેતી હતી. ત્યારે દૂરના ફોઈ ફૂઆ દ્વારા બંને સગીરાઓને કલોલ ખાતે લઈ જવામાં આવી હતી. માતાપિતા ન હોવાથી નિરાધાર બહેનો ફોઈ ફુઆના આશરે ગઈ. પણ નિધર્મી ફુઆએ સગીર બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી. 16 વર્ષીય સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું અને 14 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા.

મા-બાપ વગરની દીકરીઓને પોતે પાળશે તેવું કહી લઈ ગયા પણ…

આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને લગ્નની ઉમર ન હોવા છતાં બંને સગીરાઓના લગ્ન કરાવી દીધા અને સગીરાના પતિ પાસેથી 50-50 હજાર રૂપિયા પણ લીધા હતા. એટલું જ નહીં નરાધમે લગ્ન બાદ સગીરાએ તેના પતિએ શારીરિક સંબંધ બાંધવા ન દેતા પતિએ આ મામલે ફૂઆને રજૂઆત કરતા તેણે બંનેને ઘરે બોલાવ્યા અને સગીરાના હાથ પકડી રાખી તેની મરજી વિરુદ્ધ પતિ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો હતો.

સમગ્ર કિસ્સો બહાર આવતા આરોપીની ધરપકડ

આ મામલે બાળ સુરક્ષા એકમને માહિતી મળતા મહિલા પોલીસને જાણ કરી હતી. આ મામલ પોલીસે તાત્કાલીક પગલા ભરીને સગીરાને પતિના ચૂંગલમાંથી મુક્ત કરાવી. મહિલા પોલીસે સગીરાના ફોઈ-ફુઆ, બંનેના સગીર પતિ અને સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા ક્રાઇમ સેલના એસીપી મીની જોસેફએ જણાવ્યું કે અમે આરોપીઓ વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ(પોક્સો) હેઠળ ગુનો નોંધી બંને સગીરાને મેડિકલ ટેસ્ટ માટે મોકલી છે અને આરોપીઓનો કોરોના ટેસ્ટ માટેની કાર્યવાહી પણ હાથ ધરાવામાં આવી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3g4HGkY

No comments:

Post a Comment

Pages