Latest

Friday, July 10, 2020

સીરિયલ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’માં આવશે નવો વળાંક, અલગ ‘રૂપ’માં જોવા મળશે ‘અબીર’

શરૂ થયું ‘યે રિશ્તે હૈ પ્યાર કે’નું શૂટિંગ

ત્રણ મહિનાના લાંબા સમય બાદ તમામ ટીવી શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શાહીર શૈખ અને રિયા શર્મા પણ પોતાની સીરિયલ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ના શૂટિંગ માટે સેટ પર પહોંચી ગયા છે. જેની ફ્રેશ તસવીરો સામે આવી છે. આ તસવીરમાં બંને અબીર અને મિષ્ટિના નવા લૂકમાં જોવા મળ્યા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

નવા લૂકમાં જોવા મળ્યો અબીર

તસવીરોમાં અબીરની નવી હેર સ્ટાઈલ જોવા મળી, આ સિવાય મિષ્ટીની કંપની મળતા તે કેટલો ખુશ છે તે તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ તસવીરોમાં બેકગ્રાઉન્ડમાં હાર્ટ શેપનું એક મોટું કાર્ડ જોવા મળ્યું. જેમાં લખ્યું છે કે, ‘અબીર મિષ્ટી હાઉસ’.

ચેનલે રિલીઝ કર્યો નવો પ્રોમો

હાલમાં જ ચેનલે શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં અબીર એવી સ્થિતિમાં જોવા મળ્યો જ્યાં તેને પોતાની લેડી લવ રિયા અને બહેનમાંથી એકની પસંદગી કરવાની છે. બાદમાં તે નક્કી કરે છે કે, તે બંનેની ઢાલ બનશે અને સ્થિતિને સંભાળી લેશે. મેકર્સે પ્રોમોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘પોતાનાને બચાવવા માટે અબીર બનશે તેમની ઢાલ! જુઓ અબીરના આ રૂપને પહેલી વાર’.

બહેન-પત્ની વચ્ચે ફસાયો અબીર

લોકડાઉન દરમિયાનની વાત કરીએ તો, શાહીર સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો. તેણે બાળપણની તેમજ કોલેજના દિવસોની તસવીરો શેર કરી હતી. જ્યારે ‘મહાભારત’નું ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવી ત્યારે પણ તેણે શોની કેટલીક અનસીન તસવીરો શેર કરી હતી.

13 તારીખથી જોવા મળશે ફ્રેશ એપિસોડ

બીજી તરફ, રિયા સોશિયલ મીડિયાથી દૂર રહી હતી અને ખૂબ ઓછી એક્ટિવ જોવા મળી હતી. શોના ફ્રેશ એપિસોડની વાત કરીએ તો, તે 13 જુલાઈથી ફરીથી ઓન એર થશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3iQXnhx

No comments:

Post a Comment

Pages