ઝારા, પોરસ અને તંત્ર સિવાય અન્ય કેટલીક ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ સમેક્ષાએ સિંગાપોરના ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ તેમજ સિંગર શૈલ ઓસ્વાલ સાથે પરણી ગઈ છે. કપલે 3 જુલાઈએ લગ્ન કર્યા હતા. તેણે કહ્યું કે, ‘આ તારીખ અમારા માટે શુભ હતી, કારણ કે તે દિવસ શૈલના પિતાની જન્મજયંતિ હતી. જેમનું મૃત્યુ 2016માં થયુ હતું. અમે સિંગાપોરના એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા, જેમાં પરિવારના સભ્યોએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો’.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સમેક્ષા અને શૈલની મુલાકાત તેમના મ્યૂઝિક સિંગલ ‘મખમલી પ્યાર’ના શૂટિંગ દરમિયાન સપ્ટેમ્બર, 2019માં થઈ હતી. ‘મારા ફોટોગ્રાફ્સ જોયા બાદ તેણે મારો સંપર્ક કર્યો હતો. જ્યારે તેણે મને કહ્યું કે, તેને તરત જ મારા પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો ત્યારે મને તેના પ્રત્યે સહેજ પણ ફીલિંગ નહોતી. સોન્ગના શૂટિંગ દરમિયાન અમે વાતચીત કરી અને બાદમાં નજીક આવ્યા. તે મારા જીવનમાં આશીર્વાદ સમાન છે. હું ફેબ્રુઆરી 2020માં અન્ય એક સોન્ગ ‘તેરે નાલ’ના શૂટિંગ માટે સિંગાપોર આવી હતી. બસ પછી તો તેની જ બનીને રહી ગઈ. હાલ તો મુંબઈ પાછા ફરવાનો મારો કોઈ પ્લાન નથી અને મેં ઈન્ડસ્ટ્રીને ગુડબાય કહી દીધું છે. હું હવે સ્ક્રીપ્ટ રાઈટિંગ, ડિરેક્શન અને પ્રોડક્શન કરવા માગુ છું. આ સિવાય મારા સસરાએ બનાવેલા પ્રોડક્શન હાઉસને ફરીથી શરૂ કરવાની ઈચ્છા છે’.
સમેક્ષા અને શૈલ બંને માટે આ બીજા લગ્ન છે. ‘અમારા પહેલા લગ્ન નિષ્ફળ ગયા બાદ અમે ફરીથી લગ્ન કરવા માટે તૈયાર નહોતા. તેને પહેલા લગ્નથી સુહાના (17) અને શિવમ (16) એમ બે બાળકો છે. મેં 2004માં લગ્ન કર્યા હતા અને 2018માં ડિવોર્સ થયા. મારે 10 વર્ષનો એક દીકરો છે. હું અને મારો એક્સ-પતિ હજુ પણ સારા મિત્રો છીએ. મારા બીજા લગ્નથી મારો દીકરો પણ ખુશ છે’.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/3fasGSm
No comments:
Post a Comment