કાનપુર કાંડના મુખ્ય સૂત્રધાર વિકાસ દુબેને લઇ જતી એસટીએફની ગાડીને અકસ્માત નડ્યો છે. ટીવી રિપોર્ટ મુજબ અકસ્માત થયેલી કારમાં વિકાસ દુબે પણ સવાર હતો. હાલ કારમાં સવાર તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. હજી કેટલા લોકો ઘાયલ થયા તેની પુષ્ટિ થઈ નથી.
મધ્યપ્રદેશના ઉજ્જૈનથી હિસ્ટ્રી શીટર વિકાર દુબેને કાનપુર લઈ જતી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ગાડીને સવારે અકસ્માત નડ્યો હતો. ટીવી રિપોર્ટ મુજબ વિકાસ દુબે પણ કારમાં સવાર હતો. ગાડી પલ્ટી માર્યા બાદ વિકાસ દુબે એસટીએફના અધિકારીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પોલીસ ફાયરિંગમાં વિકાસ દુબે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2W3wFZo
No comments:
Post a Comment