Latest

Thursday, January 28, 2021

શિખર ધવને કદાચ કોર્ટનો દાદરો ચડવો પડે

લખનઉઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન માટે આવનારા દિવસોમાં મુસીબતમાં વધારો થઈ શકે છે. મામલો છે, ધવન દ્વારા તાજેતરમાં વારાણસીની મુલાકાત વખતે ગંગા નદીમાં નૌકાવિહાર કરતી વખતે વિદેશી પક્ષીઓને પોતાના હાથે દાણા ખવડાવીને સ્થાનિક વહીવટીતંત્રના આદેશનું ઉલ્લંઘન કરવાનો અને તેની તસવીરો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરવાનો. વારાણસી જિલ્લાના ભરથરા કલાના રહેવાસી રાજા આનંદજ્યોતિસિંહના એડવોકેટ સિદ્ધાર્થ શ્રીવાસ્તવે જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (3) દિવાકરકુમારની કોર્ટમાં કેસ નોંધાવ્યો છે. કોર્ટે આ કેસ કાર્યવાહીને યોગ્ય છે કે નહીં તે વિશે સુનાવણી કરવા માટે 6 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. જો કોર્ટ કેસને વિચારણા માટે પાત્ર ગણશે તો ધવનની મુસીબત વધશે.

ફરિયાદમાં જણાવાયું છે કે આ કેસમાં ધવનનું ચલણ ફાડવાને બદલે નાવિકને દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ નાવિક પર ગંગા નદીમાં તેની બોટ ચલાવવા ઉપર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે ધવને વહીવટીતંત્રના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી આ કેસમાં ધવનને હાજર થવાનું ફરમાન મોકલવું જોઈએ અને શિક્ષા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે,



from chitralekha https://ift.tt/3t3CNjd
via

No comments:

Post a Comment

Pages