નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 2023ને લઈને ભાજપે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ વિઝન ડોક્યુમેન્ટ જારી કર્યું છે. ભાજપે આ ઘોષણાપત્રને પ્રજા ધ્વનિ નામ આપ્યું છે, જેમાં અનેક પ્રકારનાં વચન આપ્યાં છે. ભાજપના પ્રમુખ બેંગલુરુમાં મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ અને પાર્ટીના યેદિયુરપ્પાની ઉપસ્થિતિમાં ઘોષણાપત્ર જારી કર્યું છે.![](https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2023/05/Bjp-chief-jp-nadda-released-bjp-vision-document-manifesto-for-Karnataka-polls.jpeg)
ભાજપના ઘોષણાપત્રમાંની મુખ્ય વાત
- રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવાશે
- રાજ્યનાં 10 લાખ બેઘર લોકોને મકાન આપવામાં આવશે.
- મહિલા એસસી, સટી ઘરો માટે પાંચ વર્ષની રૂ. 10,000 FD કરાવવામાં આવશે
- સરકારી સ્કૂલોને વિશ્વ સ્તરીય માપદંડો અનુસાર અપગ્રેડ કરવામાં આવશે.
- સિનિયર સિટિઝન માટે પ્રતિ વર્ષ હેલ્થ ચેકઅપની સુવિધા મફત આપવામાં આવશે.
- કલ્યાણ સરકિટ, બનવાસી સરકિટ, પરશુરામ સરકિટ, કાવેરી સરકિટ અને ગંગાપુરા સરકિટના વિકાસ માટે રૂ. 1500 કરોડ આપવામાં આવશે.
- શહેરી દરીબો માટે રૂ. પાંચ લાખનું ઘર આપવાનું વચન
- મફત ભોજન માટે અટલ આહાર કેન્દ્ર ખોલવામાં આવશે
- વોક્કાલિંગા અને લિંગાયત માટે આરક્ષણ- બે-બે ટકા વધારવામાં આવશે
- PFI અને જેહાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
- રાજ્યમાં NRC લાગુ થશે અને ગેરકાયદે શરણાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવશે.
- તિરુપતિ, અયોધ્યા, કાશી, રામેશ્વરમ, કોલ્હાપુર, શબરીમાલા અને કેદારનાથ જવા માટે ગરીબ પરિવારોને રૂ. 25,000ની મદદ
- મંદિરોના વહીવટ માટે સ્વાયત્ત સમિતિ બનાવવામાં આવશે.
- કૃષિ પર સૌથી વધુ ભાર આપવામાં આવશે.
- ખેડૂત વીમા, વીજ ખરીદવા માટે રૂ. 10,000ની મદદ
|
નડ્ડાએ કહ્યું હતું કે અમારા ઘોષણાપત્ર કોંગ્રેસથી અલગ છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના યુવાઓ, ખેડૂતો, મહિલાઓ, મજૂરો, મધ્યમ વર્ગ- બધા વર્ગોની અપેક્ષોને પૂરી કરવામાં આવશે.
from chitralekha https://ift.tt/mNuYE3o
via
No comments:
Post a Comment