Latest

Wednesday, May 1, 2024

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 1 મેના રોજ રામ મંદિરના દર્શન કરશે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારના રોજ અયોધ્યાની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ 1 મેના રોજ અયોધ્યા જશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામ મંદિરમાં રામલલાના દર્શન કરશે. તે હનુમાનગઢી મંદિરમાં દર્શન અને આરતી પણ કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ કુબેર ટીલાની પણ મુલાકાત લેશે. અયોધ્યાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સરયૂ નદીની પૂજા અને આરતી કરશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની રામનગરીની આ પ્રથમ મુલાકાત છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ રાષ્ટ્રપતિ 1 મેના રોજ અયોધ્યા જવાના છે.

Ayodhya : Prime Minister Narendra Modi performs ‘aarti’ of Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya on Monday, Jan 22, 2024. (Photo: IANS/Video Grab via Narendra Modi YT)

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

સમાચાર એજન્સી IANSના અહેવાલ મુજબ રામ મંદિરના અધિકારીઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અયોધ્યા મુલાકાતની તૈયારીઓ અંગે પણ વાત કરી છે. રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સામાન્ય ભક્તો પણ રાબેતા મુજબ દર્શન અને પૂજા કરી શકશે.



from chitralekha https://ift.tt/Kn6h8zE
via

No comments:

Post a Comment

Pages