ઉનાળામાં જીમ કોરબેટ નેશનલ પાર્ક જવાના બે ફાયદા છે. સફારીમાં વાઘ પણ મળે અને હાથીઓના ઝૂંડ પણ જોવા મળે. હા ક્યારેક હાથીના ચાર્જ કરવાનો (પાછળ પડવાનો) લાભ પણ મળે.
ઉનાળામાં કોરબેટ નેશનલ પાર્કમાં બીજરાની ઝોન હોય કે ઢિકાલા ઝોન હોય હાથીના નાના ગૃપ થી લઈ 50-60 હાથીનું ઝુંડ જોવા મળે. જ્યારે હાથીનું ઝૂંડ સસ્તો પસાર કરે ત્યારે જીપ્સી લઈ વચ્ચે થી ઉતાવળે પસાર નહીં થવાનું ખાસ ધ્યાન રાખવું પડે નહીં તો ક્યારેક હાથી પાછળ પડીને ચાર્જ કરી દે. હાથીઓના ઝૂંડને નદી પસાર કરતા તથા નદીની રેતીને સુંઢ થી ભરીને શરીર પર અને હવામાં ઉડાવતા જોતા જોતા ફોટો-વિડિયોગ્રાફી કરવાની મજા કંઈક અનેરી જ છે.
ઘણીવાર તો આ ઝૂંડમાં 8-10 નાના મદનિયા (હાથીના બચ્ચા) હોય, જે ખૂબ રમતીયાળ હોય અને સરસ ફોટો લેવાના અનેક મોકા પણ આપે.
આમ ઉનાળામાં કોરબેટ નેશનલ પાર્કની મુલાકાતનો અનુભવ એકવાર ચોક્કસ લેવો જોઈએ.
from chitralekha https://ift.tt/sjSL71K
via
No comments:
Post a Comment