Sunday, March 16, 2025

આ છે વિશ્વના ટોપ 10 હેપ્પી કન્ટ્રી!

દર વર્ષે 20મી માર્ચે,  વિશ્વભરમાં લોકો ‘વર્લ્ડ હેપ્પીનેસ ડે’ મનાવે છે, આ દિવસે યુએન (સંયુક્ત રાષ્ટ્રસંઘે)દુનિયાના ખુશ દેશોનો એક જાહેર કરે છે. જેમાં  વિવિધ દેશોમાંના લોકોની ખુશી કેવી છે, એનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. જેના આધારે દરેક દેશને રેન્કિંગ અપાય છે. 2024ના હેપ્પીનેસ રિપોર્ટ મુજબ, ફિનલેન્ડ ફરીથી વિશ્વમાં સૌથી ખુશ દેશ તરીકે ટોચ પર રહ્યો છે.

પરંતુ પ્રશ્ન એ પણ થાય કે, ખુશીનું તે કંઈ માપ નીકળતું હશે? આપણ ખુશ છીએ એ કઈ રીતે સાબીત કરી શકાય? એના કોઈ માપદંડ હશે? તો જવાબ છે હા, ખુશી માપવાની એક ફુટ્ટપટ્ટી તો છે, પરંતુ એ લાકડાની કે નોર્મલ હોય એવી કોઈ હાથમાં પકડી શકાય એવી નથી. એતો સવાલોની ફુટપટ્ટી છે! જી હા, ખુશીનું માપદંડ મેળવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્ધારા એક સર્વે કરવામાં આવે છે. જેના આધારે વર્લ્ડ હેપ્પીનેસનો રિપોર્ટ તૈયાર થાય છે. તો ચાલો જાણીએ દેશના ટોપ ટેન ખુશ દેશો વિશે..

દુનિયાભરના 146 દેશોમાં લગભગ એક હજારથી ત્રણ હજાર નાગરિકોને એક સર્વે દ્વારા સુખી જીવન વિશે સવાલો પૂછવામાં આવે છે. જે અંતર્ગત, લોકોને એમની જીવનશૈલી, સામાજિક આધાર, વિશ્વાસ, ભ્રષ્ટાચાર, વગેરે જેવા મહત્વપૂર્ણ મૌલિક બાબતો પર 0થી 10 સુધીના રેટિંગ સ્કેલ પર જવાબ આપવા માટે કહેવામાં આવે છે. 0 એટલે સૌથી ખરાબ અને 10 એટલે શ્રેષ્ઠ. ત્યારે, ભારતનું સ્થાન શું છે?

ફિનલેન્ડ

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં દુનિયાનો સૌથી ખુશ દેશ તરીકે ફિનલેન્ડનું સ્થાન પહેલું છે. અંદાજે 5.5 મિલિયન વસ્તી ધરાવતા આ દેશનો સુખનો સ્કોર 7.804 છે. ફિનલેન્ડને ખુશ કહેવામાં આવે છે કારણ કે અહીંના લોકો આરોગ્ય, સામાજિક સુવિધાઓ, અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ છે. દેશમાં મજબૂત સામાજિક નેટવર્ક છે,  લોકો એકબીજા સાથે સહયોગી દૃષ્ટિ અપનાવતાં સુખી જીવન જીવે છે. એટલું જ નહીં ફિનલેન્ડની પ્રાકૃતિક સુંદરતા, સ્વચ્છતા, અને ઉત્કૃષ્ટ શિક્ષણ પદ્ધતિ એને ટોપ-1 પોઝિશન પર રાખે છે. અહીં સ્વતંત્રતા, સમાનતા, અને આરોગ્યસંભાળ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે આ દેશનું વિશ્વમાં એક ખાસ સ્થાન છે.

ડેન્માર્ક

ડેન્માર્ક આ લીસ્ટમાં બીજુ સ્થાન ધરાવે છે. 5.8 મિલિયન વસ્તી ધરાવતા આ દેશનો સુખનો રેન્ક 7.586 છે. ડેન્માર્કમાં દરેક વ્યક્તિના અધિકારો અને સ્વતંત્રતા સારી રીતે માન્ય છે. એ શહેરોની સફાઈ, શ્રેષ્ઠ પ્રશાસનિક નીતિઓ, અને સામાજિક સુરક્ષા માટે જાણીતા છે. એ એક સામાજિક સુખદુષ્ટિ ધરાવતો દેશ છે, જ્યાં મનોરંજન અને આરોગ્ય બંને વિશે સારી રીતે વિચારવામાં આવે છે.

આઈસલેન્ડ

3.6 મિલિયન વસ્તી ધરાવતો આઈસલેન્ડ દેશનો ખુશીનો સ્કોર 7.534 છે.  આઇસલેન્ડ એની મજબૂત સમુદાય ભાવના અને કુદરતી સૌંદર્ય માટે ઓળખાય છે. અહીં ગુનાખોરીનો દર પણ ઘણો ઓછો છે. અહીંનો લોકો પ્રાકૃતિક સંસાધનો, શક્તિશાળી આરોગ્ય સેવાઓ, અને સમાજના ભાવિ માટેની દૃષ્ટિને સકારાત્મક રીતે સ્વીકારતા રહે છે. આ દેશમાં આરોગ્ય અને શિક્ષણ માટેની ઉચ્ચ શ્રેણી મૌલિક સમૃદ્ધિ અને સુખ પ્રદાન કરે છે.

ઈઝરાઇલ

આ યહૂદી દેશ એની ઇનોવેશન અને આરોગ્ય સેવાઓ માટે જાણીતો છે. ઈઝરાઇલ એ એક મજબૂત અર્થવ્યવસ્થા અને આરોગ્યસંભાળ ધરાવતો દેશ છે. 9.2  મિલિયન વસતી ધરાવતા આ દેશનો રેન્ક 7.473 છે.   આ દેશની ટેકનોલોજી, આધુનિક જીવનશૈલી, અને માનસિક સુખ એને દુનિયામાં શ્રેષ્ઠ બનાવે છે. અહીંના લોકો સખત મહેનત કરીને સારું જીવન જીવે છે. આધુનિક આરોગ્ય અને શિક્ષણ સેવાઓ, અને પ્રકૃતિ સાથે સંલગ્નતા આ દેશને ખુશ દેશ બનાવે છે.

નેધરલેન્ડ

ખુશ રહેનાર દેશોમાં પાંચમું સ્થાન ધરાવતા નેધરલેન્ડની વસતી 17.3 મિલિયન છે. સુખના સ્કોરની વાત કરીએ તો 7.403 છે. નેધરલેન્ડ્સના લોકો કામ અને જીવન વચ્ચે સંતુલન બનાવવામાં કુશળ છે. અહીંની સંસ્કૃતિ અને સામાજિક સુરક્ષા એમને ખુશહાલ બનાવે છે.  વિશ્વસનીય સ્વાસ્થ્ય સેવાઓ, સામાજિક નેટવર્ક, અને શિક્ષણના સ્તર અહીંના લોકો માટે જીવનના ઊંચા ધ્યેય નક્કી કરે છે. અહીંનું શહેરી જીવન મજબૂત અને સુખદ છે, અને લાઇફ સ્ટાઈલ દરેક વ્યક્તિ માટે આરોગ્યપ્રદ છે.

સ્વીડન

સ્વીડન એ સામાજિક કલ્યાણ માટે જાણીતો છે. આ દેશનું મજબૂત શિક્ષણ, આરોગ્ય, અને કાર્યજીવન સંતુલન એને આ ટોપ-10 દેશોમાં સ્થાન આપે છે. સ્વીડનની નીતિઓ આરોગ્ય અને માનસિક સુખ માટે અવકાશ પ્રદાન કરે છે, અને લોકો હંમેશા પરિપૂર્ણ જીવન જીવે છે. 10.4 મિલિયન વસતી ધરાવતા આ દેશનો સ્કોર 7.395 છે. એમ કહેવાય છે કે, સ્વીડન એની પર્યાવરણને અનુકૂળ નીતિઓ, મજબૂત સામાજિક સેવાઓ અને ઉચ્ચ જીવનધોરણ માટે જાણીતું છે.

નોર્વે

5.4 મિલિયન વસતી ધરાવતા આ દેશનો સ્કોર 7.315 છે.નોર્વેમાં મજબૂત આર્થિક સંરચના, સામાજિક સુરક્ષા, અને આધુનિક જીવનશૈલી છે. દેશમાં ઉત્કૃષ્ટ આરોગ્યસંભાળ અને ઉચ્ચ જીવન ગુણવત્તા છે, જે એને એક સુખી દેશ બનાવે છે. એટલુ જ નહીં નોર્વેની વેલફેયર પ્રણાલી અને કુદરતી સંસાધનોનો ઉપયોગ એને સૌથી ખુશ દેશોમાંનો એક બનાવે છે.

સ્વિટ્ઝર્લેન્ડ

આર્થિક મજબૂતી, આરોગ્ય, અને પૈસા માટે સુરક્ષિત નીતિઓ માટે છે. સ્વિટ્ઝર્લેન્ડનું મહત્વ વધારે છે. આ દેશમાં સ્વચ્છતા, પ્રકૃતિ સાથે સંલગ્નતા, અને લાઇફ એક્સપેક્ટેન્સી શ્રેષ્ઠ છે. લોકો માટે મજબૂત જાહેર સેવાઓ અને એક્વિટી પણ ઉપલ્બ્ધ છે. 8.6 મિલિયન વસતી ધરાવતા આ દેશ ખુશ રહેવામાં 7.240 સ્કોર ધરાવે છે.

લક્સમબર્ગ

લક્સમબર્ગ એક અત્યંત સફળ અને સુખી દેશ છે, જેમાં લોકોનું જીવન ગુણવત્તાવાળું છે. આર્થિક મજબૂતી, સામાજિક સુરક્ષા,  કાર્ય અને જીવન વચ્ચે સુમેળ આ દેશની સિદ્ધિ છે. આ દેશમાં નમ્ર અને મૈત્રીપૂર્ણ સમાજ છે, જે એને ખુશ  બનાવે છે. 0.7 મિલિયન વસતી ધરાવતા આ દેશનો સુખનો સ્કોર 7.228 છે.

ન્યૂઝીલેન્ડ

5.1 મિલિયન વસતી ધરાવતા ન્યૂઝીલેન્ડની શાંતિપૂર્ણ જીવનશૈલી, કુદરતી સૌંદર્ય અને મજબૂત સમુદાય ભાવના એને ટોચના 10માં સ્થાન અપાવે છે. સુખના 7.128 સ્કોર સાથે દેશમાં લાઇફ એક્સપેક્ટેન્સી ઊંચી છે અને લોકો સૌમ્ય જીવન જીવે છે. સ્વચ્છતા, મૈત્રીપૂર્ણ સમાજ અને આરોગ્ય પર ઉચ્ચ દૃષ્ટિ આ દેશને ખુશ બનાવે છે. ખુશ દેશોમાં દસમું સ્થાન ધરાવે છે.

હેપ્પીનેસમાં ભારતનું સ્થાન ક્યાં?

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં દુનિયાના 146 દેશોમાં ભારત છેક 126મા ક્રમે છે. 4.036ના સ્કોર સાથે ભારતનો વિશ્વ સ્તર પર સૌથી ઓછા ખુશ રહેતા દેશોમાં સમાવેશ થાય છે.  નેપાળ, બાંગ્લાદેશ અને ચીન જેવા પાડોશી દેશો ખુશી બાબતે ભારત કરતાં આગળ છે. ભારત સુખી નથી એ માટે દેશનું કથળેલું માનસિક સ્વાસ્થ્ય પણ જવાબદાર છે. એમાંય કોવિડ પછી તો સ્વાસ્થ્ય બાબતે દેશની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. જો ભારતીયો પોતાની સ્થિતી જાતે સુધારવાના પ્રયાસ ન કરે તો શક્ય છે કે આ સ્તર વધુ નીચે જઈ શકે છે.

હેતલ રાવ



from chitralekha https://ift.tt/CFT7kWq
via

No comments:

Post a Comment

Pages