Saturday, March 8, 2025

દિલ્હીમાં મહિલાઆ માટે રૂ. 2500વાળી યોજનાઃ આવતી કાલથી નામાંકન

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર આવતી કાલથી (મહિલા દિવસથી) મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરશે . આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. જોકે અત્યાર સુધી ભાજપની આ મુખ્ય યોજનાને કેબિનેટ દ્વારા પસાર કરવામાં નથી આવી. કેબિનેટ દ્વારા પ્રસ્તાવ પસાર થયા પછી પાત્રતા અને અન્ય માહિતી શેર કરવામાં આવશે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હીનાં CM રેખા ગુપ્તા અને ભાજપની મહિલા વિંગનાં અધ્યક્ષ ત્યારે હાજર રહેશે.

આ યોજનાનો લાભ એવી મહિલાઓને મળશે, જેમની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી છે અને જેઓ ટેક્સ નથી ભરતી. આ યોજનાનો લાભ 18થી 60 વર્ષની વયની એવી મહિલાઓને મળશે, જેમની પાસે સરકારી નોકરી નથી અને જેમને અન્ય કોઈ સરકારી નાણાકીય સહાય મળતી નથી.

આ યોજના હેઠળ નોંધણી માટે આઠ માર્ચે ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવશે: મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ ઈ-રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. આ માટે સરકાર 8 માર્ચે એક ખાસ પોર્ટલ અને મોબાઇલ એપ લોન્ચ કરશે, જ્યાં મહિલાઓ મતદાર કાર્ડ, BPL કાર્ડ, આધાર કાર્ડ અને આવક પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને અરજી કરી શકશે.

આ યોજનાનો લગભગ 20 લાખ મહિલાને લાભ મળશે: દિલ્હીમાં 72 લાખ મહિલા મતદારો છે. આમાંથી લગભગ 50 ટકા મહિલા મતદારો છે. હાલ મહિલા લાભાર્થીઓને ઓળખવા માટે સરકાર વિવિધ વિભાગો પાસેથી ડેટા એકત્રિત કરી રહી છે.

જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજના શરૂ કરવામાં આવશે: મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરવા માટે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે એક મોટો કાર્યક્રમ યોજાશે. આમાં લગભગ 5000 મહિલા ભાગ લે એવી અપેક્ષા છે.



from chitralekha https://ift.tt/Sbx58P7
via

No comments:

Post a Comment

Pages