સદ્ગુરુ: લોકો મને પૂછતા રહે છે કે તેઓ તેમના ગુસ્સાને કાબૂમાં કેવી રીતે કરી શકે છે. લોકો ભલે ગમે તેટલું ભાષણ આપે કે ‘ગુસ્સો ન કરશો’, પરંતુ જ્યારે અમુક પરિસ્થિતિ ઉભી થાય ,ત્યારે તમે ચોક્કસ ગુસ્સે થાવ છો. ભાવનાઓની જે અવસ્થાઓને તમે ગુસ્સો, ઘૃણા, કામેચ્છા, કરૂણા અથવા પ્રેમ કહો છો, નિમ્નથી લઈને ઉચ્ચતમ સુધી, તે એક જ ઊર્જાની અલગ અલગ અભિવ્યક્તિ છે. મોટાભાગના લોકો માટે ગુસ્સો તેમણે તેમના જીવનમાં અનુભવેલી સૌથી તીવ્ર સ્થિતિ છે. લોકોને હંમેશા ક્યાંક થોડી તીવ્રતા જોઈતી હોય છે. તેઓ જાણતા નથી કે કેવી રીતે તીવ્ર થવું. શારિરિક ક્રિયાઓ દ્વારા અથવા તો ગુસ્સા કે પછી પીડા, માત્ર આજ રસ્તા છે જેના દ્વારા તેઓને તીવ્ર થતાં આવડે છે.
આજે વિશ્વમાં ડ્રગ્સ અને સેક્સ આટલી મોટી બાબત એટલા માટે બન્યા છે કે લોકો કોઈ રીતે કંઇક તીવ્રતા અનુભવવા માંગે છે, ઓછામાં ઓછું થોડી ક્ષણ માટે. તે તીવ્રતા છે જે તેમને આકર્ષિત કરે છે અને તે એકમાત્ર એવી ચીજ છે જેને મનુષ્યો શોધી રહ્યા છે. અને આ એકમાત્ર વસ્તુ જ મનુષ્યને તેના હાલનાં બંધનોમાંથી મુક્ત કરશે.
દુર્ભાગ્યે, મોટાભાગના લોકો માટે ગુસ્સો, ડર અને ઘૃણા એ તેમના જીવનની સૌથી તીવ્ર અવસ્થાઓ છે. તેમનો પ્રેમ ક્યારેય એટલો તીવ્ર નથી, તેમની શાંતિ ક્યારેય એટલી તીવ્ર નથી, તેમનો આનંદ ક્યારેય એટલો તીવ્ર નથી પરંતુ તેમની નકારાત્મકતા તીવ્ર છે. તેથી નકારાત્મક પરિસ્થિતિમાં તેમને શક્તિનો અનુભવ થાય છે. ગુસ્સો પ્રચંડ તીવ્રતા છે. તે એવી તીવ્રતા છે જે તમને પીડા આપે છે. તે એવી તીવ્રતા છે જે તમને ઘણી બધી સમસ્યામાં મુકી શકે છે અને ઘણી બધી રીતે તમને અને તમારી આસપાસના લોકોને ખતમ કરી શકે છે.
પણ જો તમે તમારી ઊર્જાને ચોક્કસ રીતે રૂપાંતરિત કરી શકો તો સ્વાભાવિક રીતે તે પ્રેમ અને કરૂણા બની જશે, પછી કોઇએ નૈતિકતા શીખવાડવાની જરૂર નથી. અને ધીમે ધીમે જેમ આ પ્રક્રિયા આગળ વધે છે તેમ તમે સ્વ જાગૃતિના શિખર પર પહોંચીને સમગ્ર જીવન સાથે એકરૂપતા અનુભવો છો. જો તમે અનુભવો કે તમે આસપાસના લોકોનો જ એક ભાગ છો, તો કોઈએ તમને સારું રહેવાનું કે કોઈનું નુકસાન કે હત્યા ન કરવા બાબતે શિખવાડવાની જરૂર નથી રહેતી. જ્યારે તમે અનુભવો કે તમે સમગ્રનો જ એક ભાગ છો ત્યારે ગુસ્સા વિના પરિસ્થિતિની માંગ અનુસાર કામ કરશો. જે કરવાની જરૂર છે તે તમે કરશો. પરંતુ જયારે તમે તે ગુસ્સા અને ઘૃણાથી કરશો ત્યારે તેનું કોઈ મૂલ્ય નથી – ભલે જે પણ તમે કરો.
યોગની સમગ્ર પ્રક્રિયા આના પર જ આધારિત છે. એક દિવસ એવો આવશે કે જો તમને એકદમ આકરી પરિસ્થિતિમાં પણ મૂકી દેવામા આવે , તો પણ તમારી ઊર્જા અત્યંત શાંત રહેશે. તમારો રિસ્પોન્સ કેવો હશે તે ત્યારની પરિસ્થિતિ, તમે કોણ છો અને તમારી ક્ષમતાઓ શું છે તેના આધારે નિર્ધારિત થશે. જ્યારે તમે સમગ્ર જીવન સાથેની એકરૂપતામાંથી ક્રિયા કરો ત્યારે તમે ઓળખ વિના કાર્ય કરો છો. માત્ર ત્યારે જ તમે તમારી બુદ્ધિમત્તા અનુસાર કાર્ય કરી શકો છો.
યોગનો અર્થ છે તમારી ઊર્જાને એવી રીતે વિકસિત કરવી કે ક્રમશ: તે શારિરિક સીમાઓ તોડીને તમને પોતાના બોધની ઉચ્ચતમ અવસ્થા પર પહોંચાડે – જે માનવક્ષમતાનું પરમ સોપાન છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
from chitralekha https://ift.tt/RYIDkfd
via
No comments:
Post a Comment