Monday, March 24, 2025

બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે દુર્ઘટના: વટવામાં મહાકાય ક્રેન પડી, ઘણી ટ્રેનો રદ

અમદાવાદ: બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ટ્રેનોની અવર-જવરને અસર 

મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી.  જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું. જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી.

અનેક ટ્રેનના રુટ બદલાયા 

દુર્ઘટનાના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું. વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.



from chitralekha https://ift.tt/TmqWXNf
via

No comments:

Post a Comment

Pages