Latest

Thursday, February 26, 2026

પોલીસ Vs પોલીસ: યૂથ કોંગ્રેસના પ્રોટેસ્ટ મુદ્દે બે રાજ્યોના અધિકારીઓ આમનેસામને

નવી દિલ્હીઃ ચંડીગઢ-શિમલા હાઇવે પર આવેલી શોઘી પોલીસ ચોકીમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના લગભગ 15 કર્મચારીઓને હિમાચલ પ્રદેશ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. દિલ્હી પોલીસની ટીમ ચૂપચાપ ઇન્ડિયન યૂથ કોંગ્રેસના ત્રણ લોકોને લઈ જવાનો પ્રયાસ કરી રહી હતી. આખો દિવસ હાઈ-વોલ્ટેજ ડ્રામા ચાલ્યો અને બંને પક્ષોએ દિવસભરની ઘટનાઓ અંગે વિરોધાભાસી નિવેદનો આપ્યાં હતાં.

હિમાચલ પ્રદેશ ગયેલી સ્પેશિયલ સેલની ટીમે શિમલા જિલ્લામાંથી ત્રણ શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા હતા. તેઓ ઇન્ડિયન યૂથ કોંગ્રેસના સભ્યો હતા. જોકે દિલ્હી પોલીસની ટીમ તેમને ટ્રાંઝિટ રિમાન્ડ માટે શિમલાની સ્થાનિક અદાલતમાં રજૂ કરવાની કોશિશ કરી રહી હતી, ત્યારે હિમાચલ પોલીસે તેમને અટકાવી હતી, એમ દિલ્હી પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું.કોર્ટમાં અમારી ટીમને જણાવવામાં આવ્યું હતું કે કાનૂની કાર્યવાહી માટે કોર્ટના કર્મચારીઓ ઉપલબ્ધ નથી. સ્થાનિક (હિમાચલ) પોલીસે દિલ્હી પોલીસના અધિકારીઓને કલાકો સુધી કસ્ટડીમાં રાખ્યા. તેમણે (આરોપી વિરુદ્ધ) FIRની નકલ અને ઓપરેશન કરવા માટે કોર્ટમાંથી લાવવામાં આવેલી પરવાનગી બતાવવા કહ્યું હતું, એમ દિલ્હી પોલીસના એક સૂત્રે જણાવ્યું હતું.

આખરે સાંજે દિલ્હી પોલીસની ટીમને જવા દેવામાં આવી, પરંતુ તેમને ફરીથી શોઘી પોલીસ ચોકી પર રોકવામાં આવી. દિલ્હી પોલીસ ટીમના એક સૂત્રે જણાવ્યું હતું કે ત્યાં અમને જણાવાયું હતું કે અમારા વિરુદ્ધ અપહરણનો કેસ નોંધાયો છે અને અમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

જોકે હિમાચલ પ્રદેશ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એસીપી રાહુલ વિક્રમના નેતૃત્વ હેઠળ દિલ્હી પોલીસના 15-20 જવાનો સાંજે લગભગ 7:30 વાગ્યે કોર્ટમાંથી નીકળી ગયા, જ્યારે હિમાચલ પ્રદેશ પોલીસના અધિકારીઓએ તેમને જવા મનાઈ કરી હતી. હિમાચલ પ્રદેશના અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસના જવાનોને સાંજે લગભગ 8 વાગ્યે શિમલાના શોઘી બેરિયર પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

શિમલા પોલીસે પોતાના નિવેદનમાં શું કહ્યું?

બુધવાર મોડી રાત્રે જાહેર કરાયેલા નિવેદનમાં શિમલા પોલીસે જણાવ્યું હતું કે ચિરગાંવ પોલીસ સ્ટેશનમાં દિલ્હી પોલીસની ટીમ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.



from chitralekha https://ift.tt/p5OHwdt
via

No comments:

Post a Comment

Pages