વોશિંગ્ટનઃ અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા લાખો વિદેશી વ્યાવસાયિકો, ખાસ કરીને ભારતીય IT કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-વન-બી વિઝા પર એક લાખ ડોલર ફી લગાવવાના આદેશની મુદત વધુ એક વર્ષ માટે લંબાવી છે. જોકે આ મામલો હજુ કોર્ટમાં છે, પરંતુ આ નિર્ણયથી ટેક કંપનીઓ, વિદેશી કર્મચારીઓ અને અમેરિકાની ઇમિગ્રેશન નીતિને લઈને ચર્ચા ફરી તેજ બની છે.
એચ-વન-બી વિઝા કાર્યક્રમનો સૌથી વધુ ઉપયોગ ભારતીય IT અને ટેકનોલોજી ક્ષેત્રના વ્યાવસાયિકોને અમેરિકામાં નોકરી આપવા માટે થાય છે. તેથી આ નિર્ણયની અસર ભારતીય પ્રતિભાઓ, અમેરિકન કંપનીઓ અને વૈશ્વિક ભરતી બજાર પર પડશે.
આદેશની મુદત વધુ એક વર્ષ લંબાવાઈ
અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસે શુક્રવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-વન-બી બિન-ઇમિગ્રન્ટ વિઝા પર એક લાખ ડોલર ફી લગાવવાના કાર્યકારી આદેશની મુદત વધુ એક વર્ષ માટે લંબાવી છે. આ આદેશ પ્રથમ વખત સપ્ટેમ્બર ૨૦૨૫માં જારી કરવામાં આવ્યો હતો અને તેની મુદત આ મહિને પૂરી થવાની હતી. હવે તેની મુદત આગામી વર્ષ સુધી લંબાવવામાં આવી છે.
ટ્રમ્પ લાંબા સમયથી વિરોધ કરતા આવ્યા છે
રાષ્ટ્રપતિ ટ્રમ્પ લાંબા સમયથી એચ-વન-બી વિઝા કાર્યક્રમની ટીકા કરતા આવ્યા છે. તેમનું કહેવું છે કે કેટલીક કંપનીઓ અમેરિકન કર્મચારીઓની જગ્યાએ ઓછા વેતન પર વિદેશી કર્મચારીઓની ભરતી કરવા માટે આ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.આ કારણે ટ્રમ્પ વહીવટી તંત્ર વર્તમાન 2000થી 5000 ડોલરની ફીને કાયમી ધોરણે વધારીને ઓછામાં ઓછી એક લાખ ડોલર કરવા માગે છે.
કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ
ફીમાં થયેલા વધારાને કાનૂની પડકારોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જૂનમાં ન્યાયાધીશે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલી વધારાની ફીને ગેરકાયદે ગણાવી તેની વસૂલાત પર રોક લગાવી હતી.
ઉદ્યોગ જગતે ચિંતા વ્યક્ત કરી
અમેરિકાના અનેક ઉદ્યોગ સંગઠનો અને મોટી કંપનીઓ આ ફી વધારાનો વિરોધ કરતી રહી છે. તેમનું કહેવું છે કે એચ-વન-બી વિઝા કાર્યક્રમની મદદથી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોની ભરતી કરવામાં આવે છે અને કેટલાંક ક્ષેત્રોમાં કુશળ અમેરિકન કર્મચારીઓની અછત પૂરી કરવામાં મદદ મળે છે.
The post ટ્રમ્પ એચ-વન-બી વિઝા પરનો એક લાખ $ ફીનો આદેશ લંબાવ્યો appeared first on chitralekha.
from chitralekha https://ift.tt/GCZnILa
via
No comments:
Post a Comment