Latest

Monday, September 17, 2018

Bigg Boss 12: જુઓ કેટલું ધમાકેદાર છે બિગ બૉસનું ઘર

બિગબોસની 12મી સીઝનની શરૂઆત


‘બિગ બોસ’ની 12મી સીઝન 16 સપ્ટેમ્બરના રોજ ટેલીવિઝન પર ઓન-એર થવા જઈ રહી છે. જેના માટે સલમાન ખાન સાથે બાકી કંટેસ્ટેંટ્સ તૈયારી કરી રહ્યા છે. ખુબ બિગ બોસ પણ કંટેસ્ટેંટ્સના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત છે.

‘વિચિત્ર જોડી’ વાળી થીમ


આ વખતે ‘બિગ બોસ 12’ ‘વિચિત્ર જોડી’ની થીમ પર આધારિત છે, જેમાં ઘણા ફેરફાર જોવા મળશે. ખાસ તો એ જાણવાનું છે આ સીઝનમાં બિગ બોસના ઘરમાં કોણ રહેવા માટે આવી રહ્યું છે.

બીચ થીમ વાળું હાઉસ


આ વખતે બિગ બોસનું જે ઘર બનાવવામાં આવ્યં છે તે બીચ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. તેના ફોટો તમે જોઈ શકો છો.

‘બિગબોસ’નું આલિશાન બાથરૂમ


બિગ બોસના ઘરમાં આ વખતે કંટેસ્ટેટ્સને આ પ્રકારનું આલીશાન અને શાહી બાથરૂમ મળશે.

‘બિગ બોસ’નું કિચન લાગે છે બોટ


આ છે બિગ બોસનું કિચન જે બોટ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. આ જ્ગ્યાયે કંટેસ્ટેટ્સ જમવાનું બનાવશે.

આ છે કનફેશન રૂમ એરિયા


આ છે બિગ બોસ 12ના કનફેશન રૂમ એરિયા, તેની બાજુમાં જેલ પણ જોવા મળશે. નિયમો તોડનારા સભ્યોને અહીં રાખવામાં આવશે.

કનફેશન રૂમ


આ છે કનફેશન રૂમ, જ્યાં બિગ બોસ ઘરના સભ્યોને બોલાવશે. એટલું જ નહીં કંટેસ્ટેટ્સ તેમની સમસ્યા અને તેના નિરાકરણ માટે બિગ બોસ સાથે ડિસ્કશન કરી શકે છે.

આ છે બેડરૂમ


દર સીઝનની જેમ આ વખતે પણ જોરદાર બેડરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં કંટેસ્ટેટ્સ આમદાયક ઊંઘ લઈ શકશે.

સોમવારથી શરૂ થશે ‘બિગ બોસ 12’


બિગબોસ 12 સોમાવરથી દરરોજ રાત્રે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. રવિવારે તેનું ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની યોજાશે.

આ કંટેસ્ટેંટ્સ બનશે બિગ બોસ-12ના મહેમાન


આ સીઝનમાં કંટેસ્ટેંટ્સ તરીકે ભારતી અને હર્ષ લિંબાચિયા, દીપિકા કક્કડ, અનૂપ જલોટા, ક્રિકેટર શ્રીસંત જેવા સ્ટાર્સના નામો સામે આવી રહ્યા છે.

No comments:

Pages