Latest

Tuesday, November 13, 2018

બેબી મિર્ઝા મલિક અને પત્ની સાનિયા માટે શોએબ મલિકે લીધો મહત્વનો નિર્ણય

પરિવાર માટે શોએબનો મહત્વનો નિર્ણય


પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક હવે ટી10 લીગમાં ભાગ નહીં લે. ટ્વિટર પર ઈમોશનલ પોસ્ટ લખીને શોએબે આ ખુલાસો કર્યો. શોએબ મલિકે ટી10 લીગની બીજી સિઝનમાં પંજાબ લેજન્ડ સાથે રમવા માટે તૈયાર હતા પરંતુ પત્ની અને દીકરાને કારણે હવે નહીં રમે. 29 ઓક્ટોબરે શોએબ અને સાનિયાના દીકરા ઈઝહાનનો જન્મ થયો છે. 12 એપ્રિલ 2010માં શોએબે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે શોએબે લગ્ન કર્યા.
અમારા ન્યૂઝ Whatsapp પર વાંચવા અહીં ક્લિક કરો

ટ્વિટ કરીને આપી માહિતી


શોએબે ટી10 લીગ નહીં રમવાની જાણ કરતાં લખ્યું કે, “મિક્સ ફિલિંગ સાથે કહેવા માંગુ છું કે હું પંજાબી લેજન્ડ્સ સાથે ટી10 લીગમાં ભાગ નહીં લઉં કારણકે હું મારા પરિવાર સાથે સમય વિતાવવા માગું છું. આ મારા માટે ઘણો મુશ્કેલ નિર્ણય હતો. મારી પત્ની ઈચ્છતી હતી કે હું રમું પરંતુ મારી પત્ની અને બાળકથી વધારે કશું જ નહીં.”

પાકિસ્તાની ક્રિકેટ ટીમનો મહત્વનો પ્લેયર


શોએબ મલિક પાકિસ્તાની ક્રિકેટ ટીમના મહત્વના પ્લેયર છે. ન્યૂઝીલેન્ડ સામે 2 ટી20 મેચની સીરિઝ રમશે. રવિવારે વન ડે સીરિઝ પૂરી થઈ છે. ટી20 સીરીઝ બાદ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. જેમાં શોએબ મલિક સામેલ નથી. 21 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ટી10 ક્રિકેટ લીગ શારજહા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેમાં શોએબ મલિક ભાગ નહીં લે.


from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2B4zort

No comments:

Post a Comment

Pages