ન્યૂયોર્કમાં છે દુનિયાનું સૌથી પાતળું બિલ્ડિંગ

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં દુનિયાનું આ સૌથી પાતળું બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને હવે તેમાં બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ બિલ્ડિંગમાં 7 હજાર વર્ગફૂટના પેન્ટહાઉસ અને 4,500 વર્ગફૂટના એપાર્ટમેન્ટ્સ છે. આ બિલ્ડિંગ જે વિસ્તારમાં છે તે દુનિયાનો સૌથી મોંઘા વિસ્તાર પૈકીનો એક છે. આ બિલ્ડિંગમાં પેન્ટહાઉસની કિંમત 416 કરોડ રૂપિયા છે અને આ જ બિલ્ડિંગનું સૌથી સસ્તુ એપાર્ટમેન્ટ 131 કરોડ રૂપિયાનું છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
પાતળું અને લાંબુ છે આ બિલ્ડિંગ

આ બિલ્ડિંગ જેટલું પાતળું છે સાથે તેટલું જ લાંબુ પણ છે. આ બિલ્ડિંગના 73માં માળથી શહેરનો નજારો કંઈક આ પ્રકારનો દેખાય છે.
બિલ્ડિંગનો 46મો માળ ડુપ્લેક્ષ છે

જ્યારે આ બિલ્ડિંગમાં 64માં માળે રહેતા લોકોને બિલ્ડિંગની બહારનો નજારો કંઈક આ પ્રકારનો દેખાય છે. જ્યારે આ બિલ્ડિંગનો 46મો માળ ડુપ્લેક્ષ છે અને તે પણ ઐતિહાસિક ડિઝાઈનિંગવાળો જોવા મળી રહ્યો છે.
બિલ્ડિંગનો લિવિંગ રૂમ કંઈક આવો દેખાય છે

આ દુનિયાના સૌથી પાતળા બિલ્ડિંગમાં તૈયાર કરાયેલા રૂમ્સ અંદરથી કંઈક આ પ્રકારે દેખાય છે. અહીં જે ફોટો આપવામાં આવ્યો છે તે આ ઘરના લિવિંગ રૂમનો છે. આ બિલ્ડિંગમા રહેવાની સુવિધા કોઈ એક હોટલ જેવી લાગી રહી છે.
No comments:
New comments are not allowed.